• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Vaccination Survey Completed In Vadodara District, 2.62 Lakh People Registered In 4 Days, 52 Per Cent Women And 48 Per Cent Men Registered

વેક્સિનની તૈયારી:વડોદરા જિલ્લામાં કોરોના રસીકરણનો સર્વે પૂર્ણ, 4 દિવસમાં 2.62 લાખ લોકોની નોંધણી, 52.07 ટકા સ્ત્રીઓ અને 47.93 ટકા પુરૂષો નોંધાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 4 દિવસ દરમિયાન સર્વે કરાયો - Divya Bhaskar
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 4 દિવસ દરમિયાન સર્વે કરાયો

કોરોના રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 4 દિવસ દરમિયાન નિર્ધારિત માપદંડો પ્રમાણે 1310 જેટલી ટીમો દ્વારા રસીકરણ નામ નોંધણી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 52.07 ટકા સ્ત્રીઓ અને 47.93 ટકા પુરૂષોની નોંધણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે મતદાન મથકોના વિસ્તારોમાં 50 વર્ષથી વધુ ઉંમરના અને 50 વર્ષથી ઓછી ઉંમર હોય, પરંતુ, કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓથી પીડાતા હોય(કોમોર્બિડિટી) તેવા લોકોની સર્વે આધારિત નામ નોંધણી ઉપરોક્ત દિવસો દરમિયાન કરવામાં આવી હતી, જેનો રસીકરણ માટે ઉપયોગ કરવાનું આયોજન છે.

50 વર્ષથી ઓછી ઉંમરના કુલ 3,584 બીમાર લોકોની નોંધણી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવટે જણાવ્યું હતું કે, આ મોજણી દરમિયાન 50 વર્ષથી વધુ ઉંમરના કુલ 2,58,907 લોકોની નોંધણી કરવામાં આવી જેમાં 1,23,849 પુરુષો અને 1,35,058 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. જ્યારે સહરોગો ધરાવતા 50 વર્ષથી ઓછી ઉંમરના કુલ 3,584 લોકોની નોંધણી કરવામાં આવી હતી. જેમાં 1959 પુરુષો અને 1625 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આમ, બંને શ્રેણીઓમાં 1,25,808 પુરૂષ અને 1,36,683 સ્ત્રીઓ મળીને કુલ 2,62,491 લોકોની વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણના હેતુસર નોંધણી કરવામાં આવી હતી.

130 જેટલા તબીબી અધિકારીઓની રસીકરણ વિષયક ટેક્નિકલ અને મેડિકલ તાલીમ શરૂ કરાઈ
130 જેટલા તબીબી અધિકારીઓની રસીકરણ વિષયક ટેક્નિકલ અને મેડિકલ તાલીમ શરૂ કરાઈ

30 જેટલા ઉચ્ચ અધિકારીઓને માસ્ટર ટ્રેનર તરીકે પ્રશિક્ષિત કરાયા
બે દિવસ દરમિયાન રસીકરણના સંદર્ભમાં રાજ્યની ટીમ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રના 30 જેટલા ઉચ્ચ અધિકારીઓને ટેક્નિકલ અને મેડિકલ તાલીમ આપીને માસ્ટર ટ્રેનર તરીકે પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.

130 જેટલા તબીબી અધિકારીઓની રસીકરણ વિષયક ટેક્નિકલ અને મેડિકલ તાલીમ શરૂ
આ કામગીરીને આગળ ધપાવતા આજે જિલ્લા કક્ષાની ટીમ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રના વિવિધ શાખાઓના 130 જેટલા તબીબી અધિકારીઓની રસીકરણ વિષયક ટેક્નિકલ અને મેડિકલ તાલીમ શરૂ કરવામાં આવી હતી. મંગળવારે પણ ચાલુ રહેનારી આ તાલીમમાં તાલુકા આરોગ્ય અમલદારો, તબીબી અઘિકારીઓ અને આયુષ/આર.બી.એસ.તબીબોને તાલીમ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...