Corona Update LIVE Vadodara / વધુ 17 કેસ આવતા નાગરવાડા રેડ ઝોન જાહેર, શહેરમાં કુલ પોઝિટિવ કેસ વધીને 39 થયા

નિલકંઠ હોસ્પિટલનો તબીબ કોરોના પોઝિટિવ આવ્યો છે
નિલકંઠ હોસ્પિટલનો તબીબ કોરોના પોઝિટિવ આવ્યો છે
Corona Update LIVE Vadodara 9 April
તાંદલજા વિસ્તારમાંની હોસ્પિટલની આસપાસ સેનેટાઇઝની કામગીરી હાથ ધરાઇ
તાંદલજા વિસ્તારમાંની હોસ્પિટલની આસપાસ સેનેટાઇઝની કામગીરી હાથ ધરાઇ
Corona Update LIVE Vadodara 9 April
તાંદલજા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ અને આરોગ્યની ટીમો દોડી ગઇ હતી
તાંદલજા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ અને આરોગ્યની ટીમો દોડી ગઇ હતી
X
નિલકંઠ હોસ્પિટલનો તબીબ કોરોના પોઝિટિવ આવ્યો છેનિલકંઠ હોસ્પિટલનો તબીબ કોરોના પોઝિટિવ આવ્યો છે
Corona Update LIVE Vadodara 9 April
તાંદલજા વિસ્તારમાંની હોસ્પિટલની આસપાસ સેનેટાઇઝની કામગીરી હાથ ધરાઇતાંદલજા વિસ્તારમાંની હોસ્પિટલની આસપાસ સેનેટાઇઝની કામગીરી હાથ ધરાઇ
Corona Update LIVE Vadodara 9 April
તાંદલજા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ અને આરોગ્યની ટીમો દોડી ગઇ હતીતાંદલજા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ અને આરોગ્યની ટીમો દોડી ગઇ હતી

  • કોરોના પોઝિટિવ તબીબે તાંદલજાની જે હોસ્પિટલમાં દર્દીઓ તપાસ્યા હતા, તે વિસ્તારને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઇ
  • વડોદરાના નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયો, 7 હજાર લોકોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું
  • નાગરવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ તબીબનું તાંદલજા કનેક્શન બહાર આવતા વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો

દિવ્ય ભાસ્કર

Apr 10, 2020, 07:35 AM IST

વડોદરા. વડોદરામાં ક્લસ્ટર ઝોન નાગરવાડામાંથી મોડી સાંજે વધુ 17 નવા કેસ પોઝિટિવ આવ્યા છે. આજે સવારે એક ડોક્ટર 4 પોઝિટિવ કેસો સાથે આજના દિવસના પોઝિટિવ કેસોની સંખ્યા 21થઈ છે અને કુલ પોઝિટિવ કેસ વધીને 39 થયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતા વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે માસ સેમ્પલ લેવામાં આવ્યા હતા એ પૈકી આ 17 પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તકેદારીના રૂપમાં ઉપરોક્ત વિસ્તારમાં માસ સેમ્પલ લઇને ચકાસણી કરવામાં આવી રહી છે.

વડોદરાના નવા 4 કેસ લોકલ ટ્રાન્સમિશના છે

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, માસ સેમ્પલ લેવાની કામગીરીના પગલે 4 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નાગરવાડાના 3 પોઝિટિવ દર્દીઓ અગાઉ જે પોઝિટિવ દર્દી આવ્યો હતો. તેના સંપર્કમાં આવ્યા હતા. જ્યારે એક કોરોના પોઝિટિવ ડોક્ટર વાઘોડિયા રોડ પર આવેલી નીલકંઠ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને આ ડોક્ટર ગોધરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. આમ તમામ 4 કેસ લોકલ ટ્રાન્સમિશનના હોવાનું બહાર આવ્યું છે.

ડ્રોન સર્વેલન્સ દરમિયાન 10 લોકો પકડાયા 
શબ એ બારાતના પોલીસ બંદોબસ્ત દરમિયાન ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આલીયા રેસીડન્સી સોસાયટી બહાર સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિનો ટોળામાં લોકો અવરજવર કરતા ડ્રોન સર્વેલન્સમાં જણાયા હતાં. જે અંગે કાર્યવાહી કરતાં 10 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. 

તાંદલજામાં 15 ટીમો બનાવીને ઘરે-ઘરે જઇને તપાસ શરૂ કરાઇ

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ આરોગ્ય વિભાગ દ્વારા 15 ટીમો બનાવીને ઘરે-ઘરે જઇને તપાસ શરૂ કરવામાં આવી છે. કોરોના વાઈરસના લક્ષણો દેખાશે તો રિપોર્ટ કરવામાં આવશે. તાંદલજા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સેનેટાઇઝની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ તબીબ સાદ શેખે તાંદલજાની જે હોસ્પિટલમાં દર્દીઓ તપાસ્યા હતા, તે વિસ્તારને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. અને માસ સેમ્પલિંગની કામગીરી કરવામાં આવશે. તંત્ર દ્વારા તાંદલજા વિસ્તારના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને સીલ કરવામાં આવ્યા છે.

તાંદલજા વિસ્તારમાં રહેતા 1831 પરિવારોનું 7 હજાર લોકોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

વડોદરાના નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને બુધવારે મોડી રાત્રે રેડ ઝોન જાહેર કરીને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના નાગરવાડા વિસ્તારના કોરોના વાઈરસ પોઝિટિવ આવેલો તબીબ સાદ શેખ તાંદળજાની મુઆવીન ટ્રસ્ટની હોસ્પિટલમાં જતો હતો. જ્યાં તેને અનેક દર્દીઓને તપાસ્યા હતા. આ માહિતી બહાર આવ્યા બાદ તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. અને આજે બીજા દિવસે તાંદલજા વિસ્તારને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાંદલજા વિસ્તારમાં રહેતા 1831 પરિવારોના 7 હજાર લોકોનું મોડી રાત્રે જ સ્ક્રિનિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આજે પણ આ વિસ્તારમાં સ્ક્રિનિંગની કામગીરી ચાલી રહી છે.

તાંદલજા વિસ્તારને સીલ કરી દેવાશે

નાગરવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ તબીબનું તાંદલજા કનેક્શન બહાર આવતા તાંદલજા વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાંદલજાની તમામ સોસાયટીઓ અને ગલીઓને સીલ કરી દેવામાં આવશે. જેથી કરીને તાંદલજામાં કોરોના વાઈરસનો ફેલાવો અટકાવી શકાય.

વડોદરામાં કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 22 ઉપર પહોંચી
વડોદરાના હોટસ્પોટ બની ગયેલા નાગરવાડા વિસ્તારમાં બુધવારે કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 2 મહિલા અને 3 પુરૂષનો સમાવેશ થાય છે. આજે વધુ 4 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 22 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

કોરોના વાઈરસના કેસો વધે તેવી શક્યતા
વડોદરા શહેરના નાગરવાડાને હોટસ્પોટ જાહેર કરાયા બાદ આ વિસ્તારમાં કેસો સતત વધી રહ્યા છે. નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટવ 9 કેસો સામે આવ્યા છે. જોકે તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આવા સમયે કોરોના વાઈરસના કેસો વધવાની શક્યતા સેવાઇ રહી છે.

વડોદરામાં મોર્નિગ વોક કરવા નિકળેલા 24 લોકોની ધરપકડ 

વડોદરા શહેરના કમાટીબાગ પાસે પ્રતાપગંજ રોડ ઉપર મોર્નિગ વોક કરવા નીકળેલી મહિલા સહિત 24 લોકોની ધરપકડ કરી છે અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

APMCમાં વેપારીઓ અને ખેડૂતોનો ધસારો
વડોદરા નજીક સયાજીપુરા ખાતે આવેલી એપીએમસીમાં વહેલી સવારે 3 વાગ્યા પછી એન્ટ્રી ન આપવાની જાહેરાત બાદ વેપારીઓ અને શાકભાજી લઇને આવતા ખેડૂતોનો ધસારો જોવા મળ્યો હતો. 
પાલિકાની કચેરીમાં ડિસિન્ફેક્શન શાવર યુનિટ સિસ્ટમ લગાવાઈ
વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ડિસિન્ફેક્શન શાવર યુનિટ સિસ્ટમ લગાવવામાં આવી છે. પાલિકાના કર્મચારીઓને કોરોના વાઈરસના સંક્રમણથી રક્ષિત કરવા તેમજ ઇન્ફેક્શન મુક્ત કરવાના હેતુથી ઇન્સટોલ કરવામાં આવી છે. 

પોલીસકર્મીઓએ તમામ સોસાયટીઓમાં જઇને પેટ્રોલિંગ કર્યું 
વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓએ તમામ સોસાયટીઓમાં જઇને પેટ્રોલિંગ કર્યું હતું અને લોકોને જાહેરનામાનું પાલન કરવાની અપીલ કરી હતી. અને બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી