કોરોના બેકાબૂ:કોરોનાએ વધુ બેનો ભોગ લેતાં કુલ મોત 70, શહેરમાં નવા 29 પોઝિટિવ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં એક જ દિવસમાં 20 વિસ્તારોમાં કોરોના વાઇરસનો ચેપ પ્રસર્યો

શહેરમાં એક દિવસમાં પાદરાના યુવક ઉપરાંત શહેરના 21 વિસ્તારોમાં કોરોનાના 28 દર્દી નોંધાયા હતા. જ્યારે હુજરતપાગા અને ફતેપુરા રાણાવાસના એક-એક પોઝિટિવ દર્દીનાં ગોત્રી હોસ્પિટલમાં મોત થયાં હતાં. ફતેપુરા રાણાવાસના હરીશભાઇ રણછોડભાઇ રાણા (ઉવ. 50)નું ગોત્રી હોસ્પિટલ ખાતે રાત્રે 1 વાગ્યાના સુમારે મોત થયું હતું. ગત રવિવારે તેમની તબિયત બગડતાં ભૂમિ નર્સિંગ હોમમાં દાખલ કરાયા હતા. 

બીજા દિવસે ગોત્રી હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કઢાવવાનું કહેતા હરીશભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનાં પત્ની સુશીલાબેને જણાવ્યું કે, ‘તેમને કોઇ વ્યસન કે જૂની નવી બીમારી ન હતી. તેઓ હોસ્પિટલમાં પડી ગયા હતા અને ઓક્સિજન ઓછો થવાથી તેમને વેન્ટિલેટર પર મૂકાયા હતા.’ આ ઉપરાંત હુજરતપાગાના નારાયણ સિંઘ ગુરખાનું પણ બુધવારે બપોરે 2.50 કલાકે મોત થયું હતું. તેમને ન્યૂમોનિયાની અસર થઇ હતી અને કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતા.’ શહેરમાં કોરોનાને લગતા મોતનો આંક 70 થયો હતો. જ્યારે વધુ 29 સંક્રમિતો સાથે કુલ સંખ્યા 930 પર પહોંચી હતી. 

બુધવારના પોઝિટિવ લક્ષ્મણ પાટીલ, 41, અકોટા ગોવિંદ ખંડેલવાલ 64, અકોટા અબ્બાસ અકબરઅલી, 73, યાકુતપુરા ફલકનાઝ, 5, યાકુતપુરા હમીદા સૈયદ, 60, પાણીગેટ ફાતેમા શેખ, 63, પાણીગેટ યાકુબવાલા યાકુબ, 72, પાણીગેટ શેરબાનૂ પઠાણ, 58, પાણીગેટ આબેદાનાબેન ડાંગીવાલા, 45, માંડવી મહંમદ રફીક લોખંડવાલા, 67, માંડવી રાજેન્દ્ર શહાણે, 69, ન્યાયમંદિર ઇસ્માઇલ ચેલાવાલા, 80, ન્યાયમંદિર અરવિંદ ચુનારા, 53, બરાનપુરા ઉમેશ સિંધ, 49, બરાનપુરા વિશાલ શાહ, 34, પ્રતાપનગર રંજન પરમાર, 56, વાસણા રોડ પ્રદીપ રાણા, 39, ફતેપુરા ઝૂબેદા કુરેશી, 67, મોગલવાડા નચિકેત પારેખ, 46, માંજલપુર વિજય ધવલે, 42, કાલુપુરા પરેશ ખારવા, 72, પથ્થરગેટ સિરાજ શેખ, 58, નવાપુરા ડાહ્યાભાઇ રોહીત, 60, ગોત્રી સ્વપ્નીલ પટેલ, 43, વારસિયા રિંગ રોડ શબાના શેખ,45, માંડવી હીરાલાલ શહાદા, 56, વાડી રમીલા રાણા, 50, ફતેપુરા કિરીટ સોલંકી, 62, આજવા રોડ ધરમ બારિયા, 42, પાદરા

સાજા થયેલા દર્દી

કોરોનામાંથી બુધવારે વધુ 11 દર્દી સાજા થતાં તેમને સર્ટિફિકેટ અપાયું હતું. આ સાથે રિકવર થયેલા દર્દીની સંખ્યા 530 થઈ છે. 

પ્રકાશ પરમાર, 26, સલાટવાડા શેહનાઝ શેખ, 51, રાવપુરા લીલાધર તિવારી, 63, ડભોઇ રોડ હસીનાબાનુ પઠાણ, 26, નવાપુરા હાર્દિક પંડ્યા, 26, પાણીગેટ હીના રાણા, 30, પાણીગેટ જાકીર હુસેન દૂધવાલા, 49, નાગરવાડા સન્ની ચુનારા, 23, બરાનપુરા બિલ્કીસ મેમણ, 45, આજવા રોડ મહંમદ જોશ મેમણ, 24, આજવા રોડ પરષોત્તમ સોલંકી, 65, ગોરવા

અન્ય સમાચારો પણ છે...