• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Suffered A Major Financial Blow To Theater Owners, Saying: "Even If The Government Approves, It Will Not Be Possible To Start Cinemas Until A New Film Is Released."

ગ્રાઉન્ડ રિપોર્ટ:કોરોના કાળમાં થિયેટર્સ માલિકોને મોટો આર્થિક ફટકો, કહ્યું: 'સરકારે ભલે મંજૂરી આપી પણ નવી ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી સિનેમાગૃહો શરૂ નહીં થાય'

વડોદરા4 મહિનો પહેલા
  • સિનેમાગૃહોના લાઇટ બિલ-વેરામાં સરકારે રાહત આપવાની જાહેરાત કરી, પરંતુ, તેનો લાભ મળ્યો નથીઃ થિયેટર માલિક
  • થિયેટર માલિકો કહે છે કે, 50 ટકા કેપિસિટીમાં પ્રેક્ષકોને ફિલ્મો બતાવવી મુશ્કેલ છે

કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ રહેલા સિનેમા ઉદ્યોગને મોટાપાયે નુકસાન થયું છે, ત્યારે કોરોનાની બીજી લહેર પછી હવે રાજ્ય સરકાર દ્વારા સિનેમાગૃહો પણ શરૂ કરવાની પરવાનગી આપી છે. સરકાર દ્વારા ભલે 27 જૂનથી સિનેમાગૃહો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હોય પરંતુ, જ્યાં સુધી નવા સિનેમા રિલીઝ ન થાય, ત્યાં સુધી સિનેમાગૃહો શરૂ કરવા શક્ય નથી. તેમ વડોદરાના સિનેમા ગૃહોના સંચાલકોએ જણાવ્યું છે.

50 ટકા કેપિસિટીમાં પ્રેક્ષકોને ફિલ્મો બતાવવી મુશ્કેલ છે
વડોદરાના અલ્પના સિનેમાગૃહના માલિક અને સિનેમેરા મલ્ટિપ્લેક્સ ગ્રૃપના જયપાલસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નવા ફિલ્મો રિલીઝ ન થાય ત્યાં સુધી સિનેમા ગૃહો શરૂ કરવા અમારા માટે મુશ્કેલ છે. કારણ કે, નવી ફિલ્મો આવે તો જ અમને પ્રેક્ષકો મળી શકે તેમ છે. બીજું કે જો જુની ફિલ્મો અમે ચાલુ કરીએ તો 50 ટકા કેપિસિટીમાં પ્રેક્ષકોને ફિલ્મો બતાવવી મુશ્કેલ છે.

સિનેમાગૃહોને લાઈટ બિલ અને વેરામાં રાહતનો લાભ મળ્યો નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી સિનેમા ગ્રુહ બંધ હોવાના કારણે સિનેમા ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડયો છે. આર્થિક ફટકો કેટલો પડ્યો છે તે કહેવું મુશ્કેલ છે. હાલના તબક્કે પણ અમને અમારા સિનેમાગૃહોના મિનિમમ માસિક રૂપિયા 35 હજાર જેટલું લાઈટ બિલ તેમજ કોર્પોરેશનનું મિનિમમ વેરો પડે છે. આ ઉપરાંત સિનેમાગૃહની સાફ સફાઈ તેમજ સિક્યુરિટીનો ખર્ચ અમે દોઢ વર્ષથી ભોગવી રહ્યા છે, જોકે, સિનેમાગૃહોના લાઈટ બિલ અને વેરામાં સરકારે રાહત આપવાની જાહેરાત કરી છે, પરંતુ, તેનો જરૂરી વિભાગમાં પરિપત્ર આવ્યો ન હોવાથી અમોને લાભ મળ્યો નથી.

અલ્પના સિનેમા ગ્રુહના માલિક અને સિનેમેરા મલ્ટિપ્લેક્સ ગ્રૃપના જયપાલસિંહ ઠાકોર અને સિનેમા જોવાના શોખીન જયેશભાઇ પ્રજાપતિ
અલ્પના સિનેમા ગ્રુહના માલિક અને સિનેમેરા મલ્ટિપ્લેક્સ ગ્રૃપના જયપાલસિંહ ઠાકોર અને સિનેમા જોવાના શોખીન જયેશભાઇ પ્રજાપતિ

સિનેમાગૃહો ચાલુ થશે તો કર્મચારીઓ પાછા આવી જશે
તેમણે ઉમેર્યું કે દોઢ વર્ષથી સિનેમાગૃહો બંધ રહેવાના કારણે અમે અમારા સિનેમાગૃહોના કર્મચારીઓને પુનઃ લેવાની શરતે બીજી જગ્યાએ સેટ કરી દીધા છે. જ્યારે સિનેમાગૃહો પુનઃ વ્યવસ્થિત શરૂ થશે, ત્યારે અમે બીજે નોકરી લગાવેલા કર્મચારીઓ પરત આવી જશે. જેથી કર્મચારીઓનો કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં.

જ્યાં સુધી નવા ફિલ્મો ન આવે ત્યાં સુધી સીનેમાગૃહો શરૂ કરવા શક્ય નથી
વડોદરાની પ્રતાપ ટોકીઝના માલિક સુભાષભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી નવા ફિલ્મો ન આવે ત્યાં સુધી સીનેમાગૃહો શરૂ કરવા શક્ય નથી. દોઢ વર્ષથી સિનેમાગૃહો બંધ હોવાના કારણે મોટો આર્થિક ફટકો પડયો છે. હવે જુની ફિલ્મો બતાવીને આર્થિક ફટકો વેઠવાની તાકાત નથી. તારીખ 27 જૂનથી સરકારે ભલે સિનેમાગૃહો શરૂ કરવાની મંજૂરી આપી છે, પરંતુ શરૂ કરવા શક્ય નથી.

સિનેમાગૃહોના લાઇટ બિલ-વેરામાં સરકારે રાહત આપવાની જાહેરાત કરી, પરંતુ, તેનો લાભ મળ્યો નથીઃ થિયેયર માલિક(ફાઇલ તસવીર)
સિનેમાગૃહોના લાઇટ બિલ-વેરામાં સરકારે રાહત આપવાની જાહેરાત કરી, પરંતુ, તેનો લાભ મળ્યો નથીઃ થિયેયર માલિક(ફાઇલ તસવીર)

સિનેમાઘરો બંધ રહેવાને કારણે સિનેમા ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થયું
સિનેમા ગૃહો સાથે સંકળાયેલા પ્રદિપભાઇએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ બાદ તારીખ 27 જૂનથી સિનેમાગૃહો શરૂ કરવાની સરકારે મંજૂરી આપી છે, પરંતુ, દોઢ વર્ષથી સિનેમાગૃહો બંધ હોવાના કારણે 50 ટકા ઉપરાંત પ્રેક્ષકો વેબ સિરીઝ તરફ વળી ગયા હોવાથી પ્રેક્ષકો મળવા હવે મુશ્કેલ છે. તે ઉપરાંત હવે સ્કૂલો પણ શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે સિનેમાગૃહો માટે પ્રેક્ષકો મળવા મુશ્કેલ છે. દોઢ વર્ષ દરમિયાન સિનેમાઘરો બંધ રહેવાને કારણે સિનેમા ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થયું છે.

અમે પરિવાર સાથે ઘરમાં સ્માર્ટ ટીવી પર ફિલ્મ જોઈને મનોરંજન મેળવીએ છીએ
મલ્ટિપ્લેક્સમાં સિનેમા જોવાના શોખીન જયેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી સિનેમાઘરો બંધ હોવાના કારણે અમો વેબ સિરીઝમા સિનેમા જોઈને મનોરંજન મેળવી રહ્યા છે. બીજું કે મલ્ટિપ્લેક્સમાં ટિકિટના દર પણ વધુ હોવાને કારણે પરિવાર સાથે મલ્ટિપ્લેક્સમાં જઈને સિનેમા જોવા આવે શક્ય નથી. હવે અમે પરિવાર સાથે ઘરમાં સ્માર્ટ ટીવી પર ફિલ્મ જોઈને મનોરંજન મેળવી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...