તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રેલવેમાં કોરોનાનું સ્ટોપેજ, એક જ દિવસમાં 32 પોઝિટિવ કેસ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં તમામ 59 બેડ ફૂલ
 • 3 ડોક્ટરને રસી લીધા બાદ સંક્રમણ : લોકો પાયલોટ-ગાર્ડ મળી 14 કર્મી પોઝિટિવ, 50ज्ञ% સ્ટાફ સાથે કામ કરવા સૂચના

વડોદરા રેલવે ડિવિઝનમાં રેલવે કર્મચારી અને તેમના પરિવારજનોમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. પ્રતાપ નગર રેલવે હોસ્પિટલના 59 બેડ ફુલ થઇ ગયા છે જ્યારે મંગળવારે એક જ દિવસમાં 32 દર્દીઓ પોઝિટિવ આવતા પ્રતાપ નગર હોસ્પિટલ ખાતે અધિકારીઓને તબીબોમાં દોડધામ મચી હતી.

રેલવેમાં સંચાલન સાથે સીધા સંકળાયેલા એવા લોકો પાયલોટ અને ગાર્ડ મળી 14 કર્મચારીઓ પોઝિટિવ હોવાને પગલે સંચાલનમાં થોડી તકલીફ પડી રહી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યા મુજબ ઓફિસ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ ઓવરટાઈમ કરી હાલ ચલાવી રહ્યા છે. જોકે આગામી સમયમાં સંખ્યા વધે અને ટ્રેન પણ વધારે હોય તો ટ્રેનનું સંચાલન કરવું મુશ્કેલ બની શકે છે. રેલવેના હોસ્પિટલ સત્તાધીશો દ્વારા રેલવે સ્ટાફ ની સંખ્યા 50 ટકા કરી કામ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે રેલવેના એક અધિકારીએ જણાવ્યા મુજબ હાલ બને તેટલા સ્ટાફને ઘરેથી કામ કરવા માટે જણાવાય છે.

સમિતિના 10 શિક્ષકો સંક્રમિત, એકનું મોત
કોરોના મહામારીએ ભરડો લીધો છે રોજે રોજ કેસોમાં વધારો થઇ રહ્યો છે. મંગળવારે શિક્ષણ સમિતિના 10 જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. વાડી શાળા નંબર 25 ની મહિલા શિક્ષિકાનું કોરોનાના કારણે મોત નીપજયું છે. શિક્ષકોમાં કોરોનાના વધતા જતા સંકમણના કારણે શિક્ષણ સમિતિના શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્યાર સુધીમાં શિક્ષણ સમિતિના 30 થી વધારે શિક્ષકો સંક્રમિત થયા છે. શિક્ષણ સમિતિના શિક્ષકો ડોર ટુ ડોરની કામગીરી સોંપવામાં આવી છે. સમિતિ સિવાય ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોમાં પણ કોરોના સંક્રમિત થવાના કિસ્સા બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો