તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેલ્ટા+ વેરિયન્ટ મહિલાનો કેસ:વડોદરાના જરોદની શિવનંદન સોસાયટીમાંથી લેવાયેલા 27 લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જરોદની શિવનંદન સોસાયટીમાં 97 મકાનોમાં આરોગ્ય સર્વે કરવામાં આવ્યો હતો - Divya Bhaskar
જરોદની શિવનંદન સોસાયટીમાં 97 મકાનોમાં આરોગ્ય સર્વે કરવામાં આવ્યો હતો
  • આજે રવિવારના દિવસે પણ તકેદારીની કામગીરી આરોગ્ય ટીમોએ કામગીરી ચાલુ રાખી હતી

વડોદરા જિલ્લાના વાઘોડિયાના જરોદની મહિલાના કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યા બાદ આજે રવિવારે પણ તકેદારીની કામગીરી આરોગ્ય ટીમોની મદદથી ચાલુ રાખવામાં આવી હતી. અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, સોસાયટીમાંથી અગમચેતીના ભાગરૂપે કુલ 27 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે તમામ કોવિડ નેગેટિવ જણાયા છે.

સોસાયટીના 60 લોકોને આજે કોવિડની રસી મૂકાઇ
આ સોસાયટીના કુલ 130 મકાનમાંથી 33 બંધ છે. એટલે 97 મકાનોમાં આરોગ્ય સર્વે કરવામાં આવ્યો. 286 લોકોનો સર્વે કરવામાં આવ્યો જેમને કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક મુશ્કેલી નથી. ઓક્સિજનનું પ્રમાણ પણ નિર્ધારિત માત્રામાં જણાયું છે. કુલ 60 રહેવાસીઓને આજે કોવિડની રસી મૂકવામાં આવી હતી.

મહિલાના નમૂનાનો વાઇરસ ડેલ્ટા પ્લસ હોવાનું ખૂલતાં આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું
જરોદમાં શુક્રવારે 38 વર્ષીય મહિલાના નમૂનાનો વાઇરસ ડેલ્ટા પ્લસ હોવાનું ખૂલતાં આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું હતું. શનિવારે આ મહિલા જે સોસાયટીમાં રહેતી હતી ત્યાં જિલ્લા આરોગ્ય વિભાગની 6 ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં સોસાયટીને કન્ટેઇન્મેન્ટ ઝોન અને બહારના વિસ્તારને બફર ઝોન તરીકે વિભાજિત કરી હતી. ટીમોએ સોસાયટીઓનાં ઘરોમાં જઇ દરેક સભ્યની તપાસ હાથ ધરી હતી.

આજે રવિવારના દિવસે પણ તકેદારીની કામગીરી આરોગ્ય ટીમોએ કામગીરી ચાલુ રાખી હતી
આજે રવિવારના દિવસે પણ તકેદારીની કામગીરી આરોગ્ય ટીમોએ કામગીરી ચાલુ રાખી હતી

પરિવાર 8મી મેના રોજ જરોદ પરત આવ્યો હતો
ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે મહિલાનો મળ્યો તેના પરિવારમાં પતિ ઉપરાંત 11 વર્ષનો એક પુત્ર અને 8 વર્ષની પુત્રી છે. એપ્રિલમાં ઘરના તમામના સેમ્પલ મહારાષ્ટ્ર ખાતે લેવાયાં હતાં ત્યારે કોરોનાનાં લક્ષણો ન હતાં, પણ સારવાર કરાઇ હતી. પરિવાર 8મી મેના રોજ જરોદ પરત આવ્યો હતો.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શું છે?

  • ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કોરોના વાઇરસનું બદલાયેલું સ્વરૂપ છે
  • ડેલ્ટા પ્લસ વેરિયન્ટને શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓળખી શકતી નથી તેથી તે વધુ ઘાતક પૂરવાર થઇ શકે છે.
  • જોકે હાલમાં બે જ કેસ મળ્યા છે અને આ બંને દર્દી એસિમ્પ્ટોમેટિક છે.
  • અગાઉથી કોરોનાની એન્ટિ બોડી ડેવલપ થઇ હોય તો પણ ડેલ્ટાપ્લસ વાઇરસ શરીરને અસર પહોંચાડી શકે છે.
  • ડેલ્ટાપ્લસ વેરિયન્ટથી વડોદરામાં હાલના તબક્કે ઘબરાવા જેવું નથી એવું તજજ્ઞોનું અને તંત્રના અધિકારીઓનું કહેવું છે પણ કેસો વધે તો ચિંતામાં વધારો થઇ શકે છે.
અન્ય સમાચારો પણ છે...