વડોદરા:-10 ડિગ્રી તાપમાને નમૂનાને 3 કલાક મશીનમાં ફેરવ્યા પછી જો વાઈરસની કોપી બને તો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહીં વાઇરસનો RNA જુદો કરાય છે - Divya Bhaskar
અહીં વાઇરસનો RNA જુદો કરાય છે
  • વડોદરામાં કોરોનાનો રિપોર્ટ અાપતી ટેસ્ટિંગ લેબ આ રીતે કામ કરે છે

કુણાલ પેઠે, વડોદરાઃ કોરોનાના ટેસ્ટિંગ માટે એસએસજીમાં જ વિશેષ લેબોરેટરી ફેસિલિટી શરૂ કરાઇ છે. આ લેબોરેટરીમાં કોરોનાનું ટેસ્ટિંગ માત્ર ચાર કલાકમાં જ થઇ જાય છે. હાલમાં આ લેબમાં 1 આસિસ્ટન્ટ પ્રોફેસર, 1 એસો. પ્રોફેસર, 1 ટ્યુટર અને 3 રેસિડન્ટ તબીબો અને 3 ટેક્નિશિન્સની બે ટીમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. મેડિકલ કોલેજના ડીન પ્રો. તનુજા જાવડેકરના જણાવ્યા મુજબ ‘ આ ફેસિલીટમાં 55 રિપોર્ટસ જનરેટ કરાયા છે. કોરોના રિપોર્ટ કાઢવાનો ખર્ચ છ ऒ~6000 થાય છે. જે સ્વાઇન ફ્લુના રિપોર્ટ કરતા સસ્તો છે.’

1. અહીં વાઇરસનો RNA જુદો કરાય છે
બીમાર વ્યક્તિના નાક-ગળામાંથી લીધેલા નમૂનાને આરએનએ એસ્ટ્રેક્શન લેબમાં લઇ જવાય છે. આ નમૂનામાંથી વાઇરસના કોષકેન્દ્રમાં આવેલા રિબો ન્યૂક્લિક એસિડ નામના રસાયણને અલગ કરાય છે.

2. અહી રસાયણો ઉમેરાય છે

પ્રિ-પીસીઆર નામની એક અલાયદા સેક્શનમાં વાઇરસના RNAમાં વિશેષ રસાયણો ઉમેરવામાં આવે છે. આ સેન્સિટિવ ઝોન છે અને તેને આ રસાયણો ઉમેર્યા બાદ તેને બાયો સેફ્ટિ કેબિનેટમાં મૂકવામાં આવે છે. અહીં નમૂનો સલામત રહે છે. પણ ચેપ ન ફેલાય તે માટે વિશેષ સાવચેતીઓ રાખવી પડે છે. આ સેક્શન પણ અલાયદો હોય છે.

3. નમૂનો સલામત મુકાય છે

4. વાઇરસના RNAની કોપી બને છે

આરએનએને વિવિધ રસાયણોમાં નાંખ્યા બાદ -10 ડિગ્રી તાપમાને ક્રાયોસેન્ટ્રિફ્યુઝ મિક્સરમાં દ્રાવણને ફેરવવામાં આવે છે. આ પ્રોસેસ 3 કલાક ચાલે છે. જો નમૂનો પોઝિટિવ હોય તો વાઇરસની કોપી બને છે.

5. ડિટેક્ટરમાં અંતિમ પરિણામ જાહેર કરે છે

ક્રાયોસેન્ટ્રીફ્યુઝ મશીનમાંથી નીકળેલા નમૂનાને સીધા જ અેપ્લાઇડ બાયોસિસ્ટમના ડિટેક્ટરમાં મૂકવામાં આવે છે. જેને પોલીમર રિયલ ટાઇમ રિડર પણ કહેવાય છે. જો નમૂનો પોઝિટિવ હોય તો વાઇરસના RNAની કોપીઓ બની ચૂકી હોય છે. તેનો મોનિટર પર ગ્રાફ જનરેટ થાય છે. જો સીધી લીટી આવે તો રિપોર્ટ નેગેટિવ હોય છે.

અન્ય સમાચારો પણ છે...