• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona positive MLO Of Sayaji Hospital, Vadodara Says, "The First And Second Wave Of Corona Did Not Show Any Transition, But The Third Wave Had A Fever Of 102 Degrees."

કોરોના સંક્રમિત તબીબનો ઇન્ટરવ્યુ:વડોદરાની SSGHના તબીબ કહે છે, 'પહેલી, બીજી લહેરમાં સંક્રમણ ન લાગ્યું, પણ ત્રીજી લહેરમાં 102 ડીગ્રી તાવ આવ્યો'

વડોદરા4 મહિનો પહેલાલેખક: મેહુલ ચૌહાણ
ડો. ચમન માહેશ્વરી(ફાઇલ તસવીર).
  • કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા હતા, છ દિવસ બાદ પણ ગળામાં ખરાશ છે
  • ભોજનમાં ખીચડી-કઢી, દાળ-ભાત, નારંગી અને પપૈયું લઉં છે
  • ડૉ. માહેશ્વરીએ કહ્યું- ત્રીજી લહેરમાં કોરોનાથી બચવા વેક્સિનની સાથે માસ્ક સૌથી વધુ અસરકારક

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવા ડો. ચમન માહેશ્વરી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, કોરોનાની હાલની લહેરથી બચવા વેક્સિનેશનની સાથે માસ્ક પહેરવું સૌથી વધુ અગત્યનું છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં તેમને સંક્રમણ લાગ્યું ન હતું.

102 ડીગ્રી હાઇ ફીવરની સાથે ગળામાં ખરાશ આવી
વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ (SSGH)ના ડોક્ટર્સને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. SSG હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં MLO તરીકે ફરજ બજાવતા ડૉ. ચમન માહેશ્વરીએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતાં તેમના લાગેલા સંક્રમણ અને લોકોએ શું તકેદારી રાખવી જોઇએ તે અંગે જણાવ્યું હતું. ડૉ. માહેશ્વરીએ જણાવ્યું હતું કે, છ દિવસ પહેલા હાઇ ફિવર હતો. 102 ડિગ્રી તાવની સાથે મને ગળામાં ખરાશ પણ આવી હતી. જેથી કોરોનાનો ટેસ્ટ કરતા મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં ગળામાં ખરાશ અનુભવાઇ રહી છે.

કોરોનાની હાલની લહેરથી બચવા વેક્સિનેશનની સાથે માસ્ક પહેરવું સૌથી વધુ અગત્યનું છે.
કોરોનાની હાલની લહેરથી બચવા વેક્સિનેશનની સાથે માસ્ક પહેરવું સૌથી વધુ અગત્યનું છે.

કોરોનાની બે લહેરમાં સંક્રમણ લાગ્યું ન હતું, વેક્સિન લીધી હતી
કોરોના વોરિયર હોવાને નાતે ડૉ. માહેશ્વરીએ સયાજી હોસ્પિટલમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં દર્દીઓની સતત સારવાર કરી હતી. સરકારની ગાઇડલાઇન અનુસાર કોરોનાની રસીના બંને ડોઝ પણ લીધા હતા. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોનાનું સક્રમણ લાગ્યું ન હતુ પણ ત્રીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ લાગ્યું.

સામાન્ય દિવસો જેવી જ દિનચર્યા, સાદું ભોજન
ડૉ. માહેશ્વરીએ કહ્યું હતું કે સામાન્ય દિવસો જેવી જ મારી દિનચર્યા છે. હાલ હું ભોજનમાં ખીચડી-કઢી, દાળ-ભાત લઉં છું. તેમજ ફળમાં નારંગી અને પપૈયું ખાઉ છું. તેમજ સમયસર દવાઓ પણ લઉ છું. દિવસ દરમિયાન મોબાઇલમાં મોટિવેશનલ વીડિયો જોઉ છું.

હાલ વેક્સિન કરતા પણ માસ્ક વધુ અગત્યનું
ડો. માહેશ્વરીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણથી બચવા માટે વેક્સિન જરૂર લેવી જોઇએ. પરંતુ હાલની સ્થિતિ તો વેક્સિન કરતા માસ્ક વધુ અગત્યનું અને કોરોના સામે રક્ષણ આપનારુ સાબિત થશે. તેમણે લોકોને અપીલ કરી હતી કે, કામ વિના લોકોએ બહાર ન નિકળવું જોઇએ. જો અગત્યનું કામ હોય અને બહાર નિકળો તો ત્રિપલ લેયરવાળું માસ્ક પહેરો.

કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા હતા, છ દિવસ બાદ પણ ગળામાં ખરાશ છે
કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા હતા, છ દિવસ બાદ પણ ગળામાં ખરાશ છે

કોરોના વોરિયર છું અને દર્દીઓની સેવા કરતો રહીશ
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જેમ દર્દીઓની સેવા કરી છે તેમ હું સ્વસ્થ થયા બાદ ફરી એકવાર ફરજ પર જોડાઇ જઇશ અને લોકોની સેવા કરતો રહીશ. કોરોના વોરિયર્સે હાલના સમયમાં માસ્ક સહિતની પુરતી કાળજી રાખીને દર્દીઓની સેવા કરવી જોઇએ.

હોમ આઇસોલેશનમાં ચાલી રહી છે સારવાર
MLO ડૉ. માહેશ્વરીએ જણાવ્યું હતું કે, તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને ઘરના એક રૂમમાં રહીને સારવાર લઇ રહ્યા છે. પરિવારમાં પોતાની નાની બાળકી હોવાથી તેઓ તેનાથી અંતર બનાવીને હાલ એક રૂમમાં આઇસોલેટ થયા છે. જેથી બાળકીને અને પરિવારનો કોઇ સભ્યને સંક્રમણ ન લાગે. લોકોએ પણ જો કોરોનાના લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવી લેવા જોઇએ અને પોતોના પરિવારને સંક્રમણથી બચાવવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...