Corona Update Live Vadodara: વડોદરામાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો, કુલ 8 કેસ થયા

RAFની એક કંપની વડોદરામાં તૈનાત
કામદાર વર્ગના લોકો સુરતથી છોટાઉદેપુર જઇ રહ્યા છે
કામદાર વર્ગના લોકો સુરતથી છોટાઉદેપુર જઇ રહ્યા છે
મેડિકલ સ્ટોર બહાર કુંડાળામાં ઉભેલા લોકો
મેડિકલ સ્ટોર બહાર કુંડાળામાં ઉભેલા લોકો
પોલીસે લોકોને ઘરમાંથી બહાર નીકળવા અપીલ કરી
પોલીસે લોકોને ઘરમાંથી બહાર નીકળવા અપીલ કરી
શાકભાજી ખરીદવા માટે લાઇનો
શાકભાજી ખરીદવા માટે લાઇનો
પાવાગઢના રસ્તા સુમસામ
પાવાગઢના રસ્તા સુમસામ
X
કામદાર વર્ગના લોકો સુરતથી છોટાઉદેપુર જઇ રહ્યા છેકામદાર વર્ગના લોકો સુરતથી છોટાઉદેપુર જઇ રહ્યા છે
મેડિકલ સ્ટોર બહાર કુંડાળામાં ઉભેલા લોકોમેડિકલ સ્ટોર બહાર કુંડાળામાં ઉભેલા લોકો
પોલીસે લોકોને ઘરમાંથી બહાર નીકળવા અપીલ કરીપોલીસે લોકોને ઘરમાંથી બહાર નીકળવા અપીલ કરી
શાકભાજી ખરીદવા માટે લાઇનોશાકભાજી ખરીદવા માટે લાઇનો
પાવાગઢના રસ્તા સુમસામપાવાગઢના રસ્તા સુમસામ

  • વડોદરા ફાયર બ્રિગેડે 72 હજાર લીટર પાણીમાં 12 હજાર લિટર કેમિકલનો છંટકાવ કર્યો
  • પોલીસે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરવી પડી
  • મેડિકલ સ્ટોર્સ અને દુકાનોમાં કુંડાળા કરીને એક મીટરના અંતરે લાઇનો કરાઇ

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 12:20 AM IST

વડોદરાઃ કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેને લઇને વડોદરા શહેરમાં કુલ 8 કેસ પોઝિટિવ છે. 55 વર્ષીય આધેડને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે યુકેથી પરત ફર્યો હતો. ત્યારબાદ ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસથી સારવાર હેઠળ હતો. હાલ તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લોકડાઉન વડોદરામાં ફરજ બજાવવા માટે RAFની એક કંપની આજે વડોદરા પહોંચી છે, જેને ચાર દરવાજા વિસ્તારમાં તૈનાત કરાઇ છે.

શ્રમિક પરિવાર 240 કિ.મી. ચાલીને સુરતથી છોટાઉદેપુર જવા નીકળ્યો

રાજ્યભરમાં લોકડાઉનને પગલે વાહન ન મળતા આદિવાસી શ્રમિક પરિવાર 240 કિ.મી. ચાલીને સુરતથી છોટાઉદેપુર જવા નીકળ્યો છે. આ દરમિયાન જમવાનું ન મળતા તેઓ 2 દિવસ ભૂખ્યા રહ્યા હતા. આ 8 લોકોનો પરિવાર સુરતથી 120 કી.મી. કાપીને બે દિવસે આજે રાજપીપળા પહોંચ્યો હતો. જ્યાં તેમને બે દિવસ બાદ ભોજન મળ્યું હતું. હજી બે દિવસ પછી તેઓ છોટાઉદેપુર પહોંચશે.

250 બેડની હોસ્પિટલ બનાવવા માટે યુદ્ધાના ધોરણે કામગીરી 

કોરોના વાઈરસ માટે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ગોત્રી જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. વિશાલા પંડ્યાએ જણાવ્યું હતું કે, હજી હોસ્પિટલની કામગીરી ચાલુ છે. બને તેટલા જલ્દી હોસ્પિટલ શરૂ થઇ જશે. 250 બેડ લગાવવાની કામગીરી ચાલુ છે.

વડોદરામાં 1 હજાર લોકો હોમ ક્વોરેન્ટાઈન પર છે
વડોદરામાં અત્યાર સુધીમાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 હજાર લોકો હોમ ક્વોરેન્ટાઈન પર છે, તેમના ઘરની બહાર વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા 72 હજાર લીટર પાણીમાં 12 હજાર લિટર કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

મેડિકલ સ્ટોર્સ અને દુકાનોમાં કુંડાળા કરીને લાઇનો કરાઇ

કોરોના વાઈરસને પગલે વડોદરા શહેરમાં મેડિકલ સ્ટોર્સ સહિતની જીવન જરૂરીયાતની દુકાનોમાં લોકો એક મીટરનું અંતર રાખે તે માટે પોલીસે અનોખો પ્રયોગ કર્યો હતો. પોલીસે દુકાનોની બહાર કુંડાળા કર્યાં હતા અને તેે કુંડાળામાં જ લાઇન કરવાની પોલીસે અપીલ કરી હતી.

બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે પોલીસની અપીલ

21 દિવસના લોકડાઉનની જાહેરાત કર્યાં પછી વડોદરામાં લોકોએ જીવન જરૂરીયાતની વસ્તુઓની ખરીદી માટે પડાપડી કરતા બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા માટે પોલીસે લાઉડ સ્પીકરથી અપીલ કરવી પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે, જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ મળી રહેશે.

શાકભાજી માર્કેટમાં હજારો લોકોની ભીડ જામી

વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ સ્થિત શાકભાજી માર્કેટમાં હજારો લોકોની ભીડ જામી હતી. દુકાનોમાં કરીયાણુ ખરીદવા માટે લોકોએ લાઇનો લગાવી દીધી હતી. દૂધ કેન્દ્રો ઉપર પણ સવારે લાઇનો લાગી ગઇ હતી.

વડોદરાના તમામ મંદિરો બંધ રહ્યા

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, જોકે લોકડાઉનને પગે વડોદરા શહેરના તમામ મંદિરો આજે બંધ રહ્યા છે. જેને પગલે ભક્તો મંદિરમાં દર્શન કરી શક્યા નહોતા. અને લોકોએ ઘરમાં જ પૂજા કરી હતી.

વડોદરામાંં કોરોના વાઈરસના 7 પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં 7 પોઝિટિવ લોકો સારવાર લઇ રહ્યા છે. જેમાં મકરપુરાની ઋષિકેશ સોસાયટીના ચિરાગ હરીશ પંડિત (ઉવ.49), શૈલેન્દ્ર હસમુખ દેસાઇ (ઉવ.52), ભૂમિકા સમીર દેસાઇ (ઉવ.29), નિલિમા શૈલેન્દ્ર દેસાઇ(ઉવ.46), સારંગી શૈલેન્દ્ર દેસાઇ (ઉવ.27), સમીર શૈલેન્દ્ર દેસાઇ (ઉ.વ.32) રેખા નટવરભાઇ શેઠ (ઉવ.62)નો સમાવેશ થાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી