તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:કોરોના વકરતાં 42 ડોક્ટરોને અમદાવાદથી પાછા બોલાવવા પડ્યા

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં કોરોનાની ગંભીરતા સમજાતાં આખરે તંત્ર બેકફૂટ પર
  • પ્રથમ તબક્કામાં 12 , બીજામાં 30 રેસિડન્ટને પરત લાવવા OSD ડો. વિનોદ રાવનો આદેશ

શહેરમાં છેલ્લા 10 દિવસમાં એક હજારથી વધુ કોરોના પોઝિટિવ નોંધાવવા ઉપરાંત કોરોનાના શંકાસ્પદ 30 થી વધુના મોત નિપજ્યા છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવતાં તેમને વડોદરા ખસેડવા માટે આજવા રોડ પર 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઇ હતી. આ ઉપરાંત સરકારી આદેશના પગલે સયાજી હોસ્પિટલથી 42 રેસિડેન્ટને અમદાવાદ મોકલાયા હતાં. અમદાવાદને સાચવવામાં વડોદરામાં સ્થિતિ વકરશે તેવા ભાસ્કરના અહેવાલ બાદ શહેરમાં કોરોનાની ગંભીરતા જોઇ તંત્ર બેકફૂટ પર આવ્યું છે. અમદાવાદ મોકલેલા 42 રેસિડન્ટને પરત બોલાવવા માટે ઓએસડી ડો. વિનોદ રાવે આદેશ કર્યો છે. જે પૈકી પહેલા તબક્કામાં 12 પરત આવ્યા બાદ બીજા તબક્કામાં અન્ય 30 ને પરત લવાશે.શુક્રવારે યોજાયેલી એક બેઠકમાં કોરોના ઓએસડીએ સંલગ્ન અધિકારીઓને આ મુજબની સૂચનાઓ આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં એવી પણ સૂચનાઓ આપી છે કે હવે અમદાવાદથી કોઇ રેસિડેન્ટની માગણી માટેના આદેશ આવે તો સીધા તબીબો મોકલાશે નહીં. પહેલા કોરોના એડવાઇઝર ડો. મીનૂ પટેલ અને અશોક પટેલને આ બાબતની જાણ કરાશે અને ત્યારબાદ તેઓ ડો. રાવને જાણ કરશે અને ત્યારબાદ જ ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાશે. ગત દિવસોમાં એસએસજીમાંથી અમદાવાદ એસવીએસ કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવવા 42 રેસિડેન્ટ તબીબોને મોકલાયા હતા. જેમને પરત બોલાવવાના નિર્ણયની જાણ થતાં એસએસજીના રેસિડેન્ટ તબીબોમાં ખુશાલીનું મોજુ ફરી વળ્યું હતું.

20 रेરેસિડેન્ટને એમ્બ્યુલન્સનું કામ સોંપતા વિવાદ
અમદાવાદમાં કોરોના વકરતા વડોદરાથી 42 રેસિડેન્ટ તબીબોને બોલાવાયા હતા. આ તબીબો પૈકી 20 તબીબ પાસે એમ્બ્યુલન્સમાં રેપિડ ટેસ્ટ કરવા સહિતનું કામ કરાવાતા હોબાળો થયો હતો. તબીબોએ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...