ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે BTPએ 400 લોકોની મંજૂરી સામે 1600 લોકોની જનમેદની એકત્ર કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને પગલે ડેડીયાપાડાના BTPના ધારાસભ્ય મહેશ વસાવા, આગેવાનો સહિત કુલ 16 લોકો વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં કોરોના ગાઈડલાઇનના ભંગ બદલ ગુનો દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે.
આદિવાસી સંગઠનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી
ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આજે 9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી થઇ હતી. રાજપીપળા નજીક જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિજય રૂપાણીના કાર્યક્રમની સમાંતર જ નર્મદા જિલ્લાના અન્ય તાલુકાઓમાં વિવિધ આદિવાસી સંગઠનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.
CMના કાર્યક્રમની સામે BTPએ શક્તિ પ્રદર્શન કર્યું
એવી જ રીતે અન્ય કેટલાય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઉજવણી કરી, પરંતુ, આ તમામની વચ્ચે ડેડીયાપાડામાં BTPએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ડીજેના તાલ સાથે જંગી રેલી કાઢી મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. જોકે, ડેડીયાપાડાનો જંગી મેદનીવાળો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો.
BTPના ધારાસભ્ય સહિત 16 સામે ફરિયાદ
એક બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યક્રમ સંપન્ન થયો તો બીજી બાજુ ડેડીયાપાડા પોલીસ એક્શનમાં આવી હતી અને ડેડીયાપાડા રેલીના મુખ્ય સંચાલક સહિત ડેડીયાપાડાના BTPના ધારાસભ્ય સહિત 16 લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જોકે, આદિવાસીઓની એકતા આ રેલીમાં જોવા મળી હતી. લોકો સ્વયંભૂ આ રેલીમાં જોડાયા હોવાથી ધારાસભ્ય મહેશ વસાવાના શક્તિ પ્રદર્શન સામે ભાજપ સરકારને ચિંતા થઇ રહી હોવાથી રાજકીય ગરમાવો પણ વધ્યો હતો.
ડેડીયાપાડા પોલીસે કોની કોની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો?
(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.