કોરોના વડોદરા LIVE:ફરી કોરોના વિસ્ફોટ, છેલ્લા 36 કલાકમાં નવા 33 કેસ નોંધાયા, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 111 થઈ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 8 દાખલ દર્દીઓ પૈકી એક દર્દીને ઓક્સિજન પર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં આજે નવા 33 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,372 પર પહોંચી ગઇ છે. વધુ 8 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,504 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે. વડોદરા સહિત દેશભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.

હોસ્પિટલોમાં 8 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 111 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં 8 દર્દી દાખલ છે. દાખલ દર્દી પૈકી એક દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં 103 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં ગોત્રી, જતેલપુર, અકોટા, સમા, અટલાદારા, ઉંડેરા, કરજણ, મેધાકુઇ, સેવાસી, રણુ, કોયલી, સેજાકુવા, છાણી, ગાજરાવાડી, દિવાળીપુરા, તરસાલી, દંતેશ્વર, ગોકુલનગર, ભાયલી વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ગત 36 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 11, ઉત્તર ઝોનમાં 5 અને દક્ષિણ ઝોનમાં 3 કેસ અને ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...