એર ટ્રાફિક:કોરોના ઇફેક્ટ: 11 જાન્યુઆરી સુધી 6 ફ્લાઈટ રદ કરી દેવાઇ

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાના કેસો વધ્યા, મુસાફરોની સંખ્યા ઘટી
  • આગામી સમયમાં વધુ ફલાઇટ કેન્સલ થવાની શક્યતા

દેશમાં વકરી રહેલા કોરોનાને પગલે હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ તા. 7થી 11 જાન્યુઅારી સુધીમાં એરલાઇન્સ દ્વારા 6 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવ્યા મુજબ આ ફ્લાઇટ કેન્સલ થવાનું કારણ ‘ઓપરેશનલ’ જણાવાયું છે પરંતુ વાસ્તવમાં કોરોનાને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું અને મુસાફરોની ઘટતી સંખ્યાને કારણે આ એરલાઇન્સ પ્રભાવિત થઇ હોવાનુ મનાય છે.

કોરોનાની બીજી લહેર પત્યા બાદ 3000 જેટલા મુસાફરો રોજ વડોદરા એરપોર્ટ થી અવરજવર કરતા હતા પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ઘટીને 2200 તેનાથી પણ ઓછા નોંધાઈ રહ્યા છે. દેશમાં મુંબઈ અને દિલ્હીની હાલત કોરોના માં ખૂબ જ થઈ રહી છે જ્યારે હવાઈ મુસાફરો માં આ બંને શહેરમાં જવામાં જોખમ હોવાનુ જણાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે ફરવા જનારા લોકો અને સામાજિક કામ અર્થે જનારા લોકો પણ પોતાનો પ્રવાસ રદ કરી રહ્યા છે માત્ર જરૂરિયાત હોય તેવા લોકો હાલ મુસાફરી કરી રહ્યા છે ત્યારે આ ફલાઇટમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાય તે સ્વાભાવિક છે.

વડોદરા આવી અને પરત જતી એક સાઈડમાં બંને બાજુના થઈને અંદાજિત 300 જેટલા મુસાફરોની સંખ્યા હોય છે પરંતુ કોરોનામાં મુસાફરોની સંખ્યા ઘટતા ફ્લાઇટ નું સંચાલન કરવું પણ એરલાઇન્સે મોંઘુ પડતું હોય છે. આગામી સમયમાં વધુ ફ્લાઇટ કેન્સલ થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

કઈ ફલાઈટ રદ થશે
1. 9 મીએ મુંબઈ થી સવારે 10:20 આવતી
2. 10 મીએ દિલ્હીની 3:30 વાગે આવતી
3. 10મીએ મુંબઈથી રાત્રે 9:30 વાગે આવતી
4. 11 મીએ સવારે 6:30 વાગે વડોદરા થી મુંબઈ જતી
5. 11મીએ દિલ્હીથી સવારે 8.45 વાગે આવતી

અન્ય સમાચારો પણ છે...