તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન:કોરોના ઇફેક્ટ, પ્લેસમેન્ટ ફેરમાં 3 હજારનું વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માર્ચમાં રાજ્ય સરકાર દ્વારા મેગા પ્લેસમેન્ટ ફેર યોજાશે
 • 100 જેટલી ઇન્ડસ્ટ્રીઝમાં 5 હજાર જગ્યા માટે પ્લેસમેન્ટ યોજાશે

માર્ચમાં ગુજરાત રાજ્ય સરકારનો મેગા પ્લેસમેન્ટ ફેર યોજાશે. કોરોનાને પગલે 3 હજાર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. 100 જેટલી ઇન્ડસ્ટ્રીઝમાં 5 હજાર જગ્યા માટે પ્લેસમેન્ટ યોજાશે. મ.સ.યુનિ. સહિત સેન્ટ્રલ ઝોનની 12 કોલેજોના વિદ્યાર્થી ભાગ લેશે.

સરકાર દ્વારા 2 વર્ષથી સરકારી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો માટે પ્લેસમેન્ટ ફેર યોજાય છે. છેલ્લા 2 પ્લેસમેન્ટ ફેરમાં 2 હજાર વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું હતું. બીજી તરફ કોરોના બાદ સંખ્યાબંધ લોકોની નોકરી છીનવાઇ ગઇ છે, ત્યારે આ પ્લેસમેન્ટ ફેર માટે મોટી સંખ્યામાં 3 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યુનિ.ના 2 હજાર વિદ્યાર્થી અને અન્ય કોલેજોના 1 હજાર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. 100 જેટલી ઇન્ડસ્ટ્રીઝ-ટ્રેડ કોમર્સ સાથે સંકળાયેલી સંસ્થા સાથે એજ્યુકેશન પ્રિન્સિપાલ સેક્રેટરીએ બેઠક યોજી હતી.

મેગા પ્લેસમેન્ટ ફેરમાં 5 હજાર નોકરીઓની તકો ઉપલબ્ધ કરાવાઈ છે. 100થી વધુ કંપની પ્લેસમેન્ટ સેલમાં આવશે. જેમાં કોમર્સને લગતી કંપનીનો સમાવેશ વધુ છે. જે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થયાં છે, તેમાં સૌથી વધારે કોમર્સ, આર્ટસ જેવા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ વધુ છે. યુનિવર્સિટીની સાયન્સ, ટેકનોલોજી, પોલીટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે 2130 વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો