તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:કોરોનાની બીજી લહેરમાં SSGને રૂા.2.75 કરોડનાં સાધનોનું દાન

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 લાખનું ફુલ્લી ઓટોમેટેડ બાયોકેમિસ્ટ્રી એનાલાઈઝર પણ દાતાએ આપ્યું
  • હોસ્પિટલને 1.75 કરોડની કિંમતના 342 ઓક્સિ જન કોન્સન્ટ્રેટર ડોનેટ થયા

કોરોના કાળમાં સતત અને સારી કામગીરીના કારણે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલે નામના મેળવી છે.હોસ્પિટલની આ કામગીરીના ફળ સ્વરૂપે અનેક દાતાઓ તરફથી રૂ. 2.75 કરોડના મેડીકલના સાધનો મળ્યા છે.કોરોના કાળમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હતો. જેને ચૂકવવા માટે દર્દીના સ્વજનોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી.

જો કે આ બધાથી વિપરીત સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીની નિઃશુલ્ક અને સચોટ સારવારે લોકોને તેના તરફ વાળ્યાં હતા. લોકોનો સરકારી હોસ્પિટલમાં વિશ્વાસ વધ્યો છે. જેના કારણે બીજી વેવમાં લોકોએ સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. સયાજી હોસ્પિટલમાં હજારો દર્દીઓએ છેલ્લા એક વર્ષમાં કોરોનાની સારવાર કરાવી છે અને સાજા થયા છે.

તબીબો અને મેડિકલ સ્ટાફના પરિશ્રમ સ્વરૂપ આ વર્ષે સયાજી હોસ્પિટલને દાતાઓ તરફથી રૂ. 2.50થી 3 કરોડના મોંઘાદાટ સાધનો મળ્યા છે. જેમાં સૌથી વધુ રૂ. 1.50 કરોડના 342 કોન્સન્ટ્રેટર, રૂ. 25 લાખનું ફૂલી ઓટોમેટેડ બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર, રૂ. 25 લાખનું 3D/4D અલ્ટ્રા સોનિક મશીન, રૂ. 11 લાખનું ડિજિટલ એક્સ રે મશીન, 12 લાખનું C-arm મશીન, ડાયાલિસીસ મશીન મળ્યું છે. દાતાઓ તરફથી મળેલી આ તમામ મશીનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ બન્યા છે.

1000 લીટરના સહિત 3 ઓક્સિજન પ્લાન્ટ મળ્યા
વડોદરામાં બીજી લહેરમાં ઓક્સિજનની માંગ સતત વધી હતી. એક સમયે ખુદ સયાજીમાં ઓક્સિજનના બોટલોની અછત સર્જાતા મુુદો ચર્ચાસ્પદ બન્યો હતો. જોકે હાલમાં સાયજી હોસ્પિટલમાં 4 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 1 પ્લાન્ટ નેપચ્યુન રિયાલિટી તરફથી, લાર્સન એન્ડ કિરી તરફથી નાઇટ્રોજન પ્લાન્ટને કન્વર્ટ કરી બનાવાયેલો ઓક્સિજન પ્લાન્ટ સયાજી હોસ્પિટલને મળ્યો છે. તદુપરાંત વ્રજઘામ મંદિર તરફથી ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે એક 1000 લિટરનો પ્લાન્ટ DRDO તરફથી મળ્યો છે.

બીજી લહેરમાં દાતાઓ દ્વારા મોંઘા મશીનો મળ્યા
જે સમયે બજારમાં દવાઓની અછત હતી, ઓક્સિજનની અછત હતી, દવાઓ ત્રણ ઘણા ભાવથી મળતી હતી તે સમયે દાતાઓ દેવદૂત બનીને આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં કોરોના કાળમાં અને છેલ્લા એક વર્ષમાં બેડશીટથી માંડી ડાયપર, મશીનો, ઇન્સ્ટ્રુમેન્ટ, ગ્લોવ્ઝ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાતાઓએ આપ્યા છે. સાથે બે એમ્બ્યુલન્સ અને એક આઇસીયું ઓન વ્હીલ પણ મળી છે. દાતાઓ અભિનંદનને પાત્ર છે.> ડો. રંજન ઐયર, સુપ્રિટેન્ડેન્ટ, સયાજી હોસ્પિટલ

​​​​​​​સાયજી હોસ્પિટલને કયા કયા સાધનો દાનમાં મળ્યાં
​​​​​​​સાધનોના નામ

1. સિરિંજ ઇન્ફયુઝન પમ્પ
2. થર્મોમીટર.
3. પોર્ટેબલ એક્સ રે મશીન.
4. ડાયાલિસીસીસ મશીન.
5. બાયપેપ મશીન.
6.મલ્ટી પેરા મોનીટર.
7.સોલિડ સ્ટેટ વેન્ટિલેટર.
8.ફૂલી ઓટોમેટેડ બાયોકેમેસ્ટ્રી.
9. ઇન્ફ્યુઝન પંપ.
10.ન્યુરોસર્જીકલ માઈક્રોસ્કોપ.
11.ડીફ્રીબીલેટર.
12. રેફ્રિજરેટર
13.C arm મશીન.
14.3D/4D અલ્ટ્રા સોનિક મશીન
15. આઇસીયું વેન્ટિલેટર.
16. ફિંગર પલ્સ ઓક્સીમીટર.

અન્ય સમાચારો પણ છે...