તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારમાં સફળ સર્જરી:વડોદરાની મહિલાને બ્રેસ્ટ કેન્સર બાદ કોરોના થયો, છાતીમાં પાણી ભરાતાં કારને ઓપરેશન થિયેટર બનાવી તબીબે જીવ બચાવ્યો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બીનાબેન વૈદ્યની તસવીર. - Divya Bhaskar
બીનાબેન વૈદ્યની તસવીર.
  • સંક્રમણ ફેલાવવાની શક્યતાને લઈ ઓપરેશન થિયેટરમાં સર્જરી શક્ય ન હતી

બ્રેસ્ટ કેન્સરના ઓપરેશન બાદ કોરોનાગ્રસ્ત થયેલી મહિલાને ઓપરેશન થિયેટરને બદલે પાર્કિંગમાં કાર ઊભી રાખીને જ છાતીમાં ભરાતા પાણીને કાઢવાની સર્જરી કરી જીવ બચાવાયો હતો. સંક્રમણની ભીતિથી ઓપરેશન થિયેટરમાં સર્જરી શકય ન હતી, જેથી તબીબે રસ્તો કાઢી ત્રણવાર પાણી કાઢયું હતું. એ બાદ પાણી ભરાવવાનું બંધ થઇ ગયું હતું.

છાતીમાંથી પાણી કાઢવાની પાઇપ કાઢી નાખી
શનિવારે કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ મંગળવારથી કિમો થેરપીની સારવાર શરૂ કરાવનાર સમાના 47 વર્ષીય બીનાબેન દીપકભાઈ વૈદ્ય આફ્રિકાના કેન્યાથી માર્ચ મહિનામાં વડોદરા આવ્યાં હતાં. દરમિયાન થાઇરોઇડ અંગેના ચેકઅપ સમયે બ્રેસ્ટ કેન્સરનું નિદાન થતાં 20 માર્ચે તેમની સર્જરી કરાઇ હતી. ત્યાર બાદ છાતીમાં ભરાતા પાણીને કાઢવા માટે મૂકેલી પાઇપ સમયાંતરે કાઢી નાખ્યા પછી કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું.

હોસ્પિટલના પાર્કિંગમાં સર્જરી કરી
દરમિયાન તેમને છાતીમાં ફરી પાણી ભરાવવાનું શરૂ થતાં માઇનોર સર્જરીની જરૂરિયાત ઊભી થઇ હતી, જે ઓપરેશન થિયેટરમાં સંક્રમણની ભીતિથી શક્ય ન હતી. જેથી જેતલપુર રોડના ઓન્કોસર્જન ડો. દેવાંગ પટેલે બીનાબેનને હોસ્પિટલના પાર્કિંગમાં કારમાં જ સર્જરી કરી 50 એમએલ જેટલું પાણી સોયથી નાખી કાઢ્યું હતું. આવું એક સપ્તાહમાં ત્રણ વખત કરાતાં પાણી ભરાવાનું બંધ થયું હતું.

તબીબી ધર્મ નિભાવવા જોખમ ઉઠાવ્યું
મંગળવારે બે દર્દીની મોઢાના કેન્સરની સર્જરી હતી. જેમને શનિવારે ચેક કર્યા હતા તે દર્દીઓ પોઝિટિવ આવતાં ઓપરેશન બંધ રખાયાં છે, પરંતુ આ દર્દીઓ દ્વારા સંક્રમણનાં લક્ષાણો હોવાનું અમને જણાવ્યું નહોતું. બીનાબેન વૈદ્ય દ્વારા પોતાને પાણી ભરાય છે એ અંગે બતાવવા આવ્યા ત્યારે તેમને તાવ આવતો હોવાનું મને જણાવ્યું હતું, જેથી મેં તેમને રિપોર્ટ કઢાવવા કહ્યું અને તેઓ પોઝિટિવ આવ્યાં. દર્દીએ તેમની ખાનદાની દેખાડી ત્યારે અમારાથી પાછળ કેમ ખસાય, અમે ના પાડીએ તો દર્દી ક્યાં જાય? તબીબી ધર્મ નિભાવવા આ જોખમ લીધું. > ડો. દેવાંગ પટેલ, ઓન્કોસર્જન, હિમાલયા હોસ્પિટલ, જેતલપુર રોડ.