કોરોના વડોદરા LIVE:કોરોનાના વધુ 3 કેસ નોંધાયા, મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ, ડેન્ગ્યુના 33 અને ચિકનગુનિયાના નવા 18 કેસ સામે આવ્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાં ડેન્ગ્યુ,મલેરિયા સહિતના દર્દીઓની સંખ્યા વધી રહી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
હોસ્પિટલમાં ડેન્ગ્યુ,મલેરિયા સહિતના દર્દીઓની સંખ્યા વધી રહી છે.(ફાઈલ તસવીર)
  • કોરોના પોઝિટિવના હાલ 15 એક્ટિવ કેસ

વડોદરામાં કોરોના કાબૂમાં આવ્યો છે. જો કે, મચ્છરજન્ય રોગચાળાએ માજા મૂકી છે. મહાનગર પાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો કુલ આંક 72,040 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે 1 દર્દી ડિસ્ચાર્જ થતા અત્યાર સુધીમાં કુલ 71,402 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં કોરોનાના 3થી 4 કેસો છેલ્લા બે મહિનાથી આવી રહ્યાં છે. શહેરમાં ડેન્ગ્યુના 33 અને ચિકનગુનિયાના નવા 18 કેસ સામે આવ્યાં છે.

હાલમાં માત્ર 15 એક્ટિવ કેસ
વડોદરા શહેરમાં હાલમાં માત્ર 15 એક્ટિવ કેસ બાકી રહ્યાં છે. જે પૈકી 1ની ઓક્સિજન પર સારવાર ચાલી રહી છે. જ્યારે શહેર-જિલ્લામાં 15 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 71,402 દર્દીઓએ કોરોનાને હંફાવી દીધો છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનાથી એકેય દર્દીનું કોરોનાથી સત્તાવાર મોત નિપજ્યું નથી.

રસીકરણમાં વડોદરા રાજ્યમાં ત્રીજા નંબરે
રસીકરણના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ પ્રથમ ડોઝમાં રાજ્યમાં ગાંધીનગર, જૂનાગઢ અને વડોદરાનો ત્રીજો નંબર આવે છે. જ્યારે બીજા ડોઝમાં સુરત, ગાંધીનગર અને ત્રીજો નંબર વડોદરાનો આવે છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,769 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,040 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9676 પશ્ચિમ ઝોનમાં 11,977, ઉત્તર ઝોનમાં 11,787, દક્ષિણ ઝોનમાં 11,795, વડોદરા ગ્રામ્યમાં 26,769 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ છાણી રોડ, આજવા રોડ

ગ્રામ્યઃ ભાયલી

​​​​એક મહિના સુધી સઘન કામગીરી કરવા સૂચના
​​​​​​​
ગુજરાતના મુખ્ય શહેરોમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો તો બીજી બાજુ ઋતુજન્ય રોગચાળામા ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય સચિવે જરૂરી સૂચનાઓ આપી હતી. તે બાદ ગઈકાલે પ્રધાનમંત્રી કાર્યાલયની સૂચનાથી ગુજરાતની મુલાકાતે આરોગ્ય વિભાગની બે ટીમ અમદાવાદ અને વડોદરાની મુલાકાતે આવી હતી. તેઓએ પણ સરકારી હોસ્પિટલ અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી વાહકજન્ય રોગો અટકાવવા હજી સતત એક મહિના સુધી સઘન કામગીરી કરવા સૂચના આપી હતી.

અટકાયતી પગલાં વિશે સમીક્ષા કરી
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીને સુચના આપીહતી તે બાદ છેલ્લા બે દિવસથી પ્રધાનમંત્રી કાર્યાલયની સૂચનાથી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદ અને વડોદરા ખાતે મુલાકાતે આવી હતી. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની બે ટીમોએ બે દિવસ અગાઉ અમદાવાદ ખાતે કોર્પોરેશન અને સરકારી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી ત્યાર બાદ ગઈકાલે વડોદરા ની મુલાકાતે આવી હતી જેમાં એક ટીમે સયાજી હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલો અને અન્ય એક ટીમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેઓએ ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા અટકાયતી પગલાં વિશે સમીક્ષા કરી હતી.

નિયંત્રણના પગલાના ભાગરૂપે ઝુંબેશ ચાલુ રાખવાની રહેશે
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમે વાહક જન્ય રોગ નિયંત્રણ તથા સ્વચ્છતા સંબંધી આયોજનો અને અમલીકરણ માટે જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ કોર્પોરેશનને સૂચના આપી હતી કે, ચોમાસાની ઋતુ અને તે બાદ ના સમયગાળામાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા વાહક જન્ય રોગો ના અટકાયત અને નિયંત્રણના પગલાના ભાગરૂપે ઝુંબેશ ચાલુ રાખવાની રહેશે. મચ્છર ઉત્પત્તિ સ્થાનોની નિયમિત અઠવાડિક ધોરણે પોરા નાશક ની કામગીરી તથા ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોને વિસ્તારોમાં માર્ગદર્શિકા અનુસાર ફોગીગ અને જંતુનાશક દવા છંટકાવની કામગીરી હજુ આગામી એક મહિના સુધી સતત કરવાની રહેશે.