તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે બે પોઝિટિવ કેસ નોંધાયા, મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ વધ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના ઘટ્યા બાદ મચ્છરજન્ય રોગથી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના ઘટ્યા બાદ મચ્છરજન્ય રોગથી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.(ફાઈલ તસવીર)
  • ડિસ્ચાર્જનો આંકડો વધીને 71,330 પર પહોંચી ગયો છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે આજે શહેર અને જિલ્લામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી કુલ આંક 71,971 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. ગત રોજ 3 દર્દી ડિસ્ચાર્જ થતા અત્યાર સુધીમાં કુલ 71,330 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. શહેરમાં કોરોના કાબૂમાં આવતાં મચ્છરજન્ય રોગોએ માથુ ઊંચક્યું છે. ડેન્ગ્યુના વધુ 20 કેસ, ચિકનગુનિયાના 4 કેસ, એક જ દિવસમાં તાવના 682 કેસ અને ઝાડા ઉલ્ટીના 134 કેસ નોંધાયા છે.આજે રસીકરણ જન્માનષ્ટમીને લઈને બંધ રહેશે.

682 જેટલા લોકોને તાવની ફરિયાદ
વડોદરા શહેરમાં હવે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. વડોદરા શહેરમાં શનિવારે જીવલેણ ડેન્ગ્યુના 20 અને ચીકનગુનિયાના 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 134 કેસ નોંધાયા હતા. તદુપરાંત 682 જેટલા લોકોને તાવની ફરિયાદ હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે. ટાઇફોઇડનો 1 અને કમળાના 2 કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે.

5,47,507 લોકોએ બીજો ડોઝ સાથે ફુલ્લી વેક્સિનેટેડ
શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં 18 વર્ષથી ઉપરના 15 લાખ મતદારો પૈકી માત્ર 5,47,507 લોકોએ બીજો ડોઝ સાથે ફુલ્લી વેક્સિનેટેડ થયા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના આંકડા મુજબ શહેરમાં કુલ 12,60, 469 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે જે પૈકી બીજો ડોઝ લેનારની ટકાવારી 42 ટકા થાય છે. કદાચ રાજ્યમાં વડોદરા બીજો ડોઝ લેનારની કમ્પેરિઝનમાં ત્રીજા નંબરે આવી શકે છે.

સોમવારે(આજે) રસીકરણ બંધ રહેશે
શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં શનિવારે માત્ર 6597 લોકોએ રસી મુકાવી હતી. કોવિશીલ્ડનો જથ્થો માત્ર ચાર હજાર ડોઝનો આવ્યો હોવાને પગલે રસીકરણ ઓછું થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.આરોગ્ય વિભાગ દ્વારા જન્માષ્ટમીને પગલે રવિ અને સોમવારે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.