તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:નવા 3 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 72,021 થયો, મૃત્યુઆંક 623 પર સ્થિર, ડિસ્ચાર્જની સંખ્યા 71,381 થઈ

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રસીકરણ તેજ કરવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રસીકરણ તેજ કરવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • હાલ વડોદરા શહેરની વિવિધ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 72,021 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,381 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ
હાલ વડોદરા શહેરની વિવિધ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જે પૈકી વેન્ટિલેટર પર 1 અને ઓક્સિજન પર 1 દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ શહેરમાંથી 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો 71,381 પર પહોંચ્યો છે. શહેરના સમા-સાવલી રોડ,ગોત્રીમાં 1-1 કેસ નોંધાયો હતો. બીજી તરફ મ્યૂકોરમાઇકોસીસના એક દર્દીને સયાજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રસીકરણના આંકડા
કુલ વસ્તી 1446212
રસીકરણ કુલ 1925422
પ્રથમ ડોઝ 1284590 88.82%
બીજો ડોઝ 6557576 45.46%
શુક્રવારનું રસીકરણ 12676

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,767 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,021 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9673 પશ્ચિમ ઝોનમાં 11,973, ઉત્તર ઝોનમાં 11,785, દક્ષિણ ઝોનમાં 11,787, વડોદરા ગ્રામ્યમાં 26,767 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃસમા-સાવલી રોડ, ગોત્રી.

9 સાઇટ-સ્કૂલને નોટિસ ફટકારાઈ
પાલિકાની 215 ટીમોએ શહેરનાં 34,752 મકાનોમાં તપાસ શરૂ કરી ફોગિંગ કર્યું હતું. જ્યારે 19 કન્સ્ટ્રક્શન સાઈટ ચકાસીને 8 સાઈટને નોટિસ આપી હતી. બીજી તરફ 5 હોસ્ટેલ અને સ્કૂલમાં ચકાસણી કરી 1ને નોટિસ પાઠવી હતી. પાલિકાએ 453 સાઈટને નોટિસ આપી છે.