કોરોના વડોદરા LIVE:કોરોના કાબૂમાં આવતાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું, 91 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોગચાળાના ભરડામાં આવેલા દર્દીઓની એસજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. - Divya Bhaskar
રોગચાળાના ભરડામાં આવેલા દર્દીઓની એસજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.
  • વડોદરામાં 60 વર્ષ કે તેથી વધુ વયનો એક પણ દર્દી કોરોનાની સારવાર હેઠળ નથી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,086 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,451 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં રવિવારે 12 દિવસ બાદ 3 નવા કેસ નોંધાયા હતા. વડોદરા શહેર-જિલ્લામાં સોમવારે 1 નવો કેસ આવ્યો હતો. આ કેસ ઓપી રોડ વિસ્તારમાં નોંધાયો હતો.

હાલમાં ક્વોરન્ટીન લોકોની સંખ્યા 29 નોધાઇ
બીજી તરફ હવે શહેરમાં 60 વર્ષ કે તેથી વધુ વયનો એક પણ દર્દી કોરોનાની સારવાર હેઠળ નથી. સૌથી વધુ એક્ટિવ દર્દી 21થી 30 વર્ષની વચ્ચેના 4 દર્દીઓ છે. હાલમાં કુલ 11 એક્ટિવ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 1ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં ક્વોરન્ટીન લોકોની સંખ્યા 29 નોધાઇ છે.

કુલ રસીકરણ : 2314664
આજનું રસીકરણ : 4763
પ્રથમ ડોઝ 1373392 90.97%
બીજો ડોઝ 941272 68.54%

ડેન્ગ્યૂના 49 અને ચિકનગુનિયાના માત્ર 9 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં સોમવારે ડેન્ગ્યૂના 49 અને ચિકનગુનિયાના માત્ર 9 કેસ જ નોંધાયા હતા. જ્યારે બીજી તરફ તાવના 225 કેસ વિવિધ વિસ્તારમાં આવ્યાં હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં હવે બંનેના કેસો ઘટી રહ્યાં છે. બીજી તરફ તાંદળજા, અકોટા, પંચવટી, ગોત્રી અને સુભાનપુરામાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસો મોટા પ્રમાણમાં આવી રહ્યાં છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,080 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,806, વડોદરા ગ્રામ્યમાં 26,772 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ ઓપી રોડ.