• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Cases On The Rise In Vadodara OSD Dr. Vinod Rao Holds Emergency Meeting With Officials At Gotri Hospital, Discusses Issues Including Bed Expansion

કોરોના સંક્રમણની ચર્ચા:વડોદરામાં કોરોનાના કેસો વધતા OSD ડો. વિનોદ રાવે અધિકારીઓ સાથે ગોત્રી હોસ્પિટલમાં ઇમર્જન્સી બેઠક યોજી, બેડ વધારવા સહિતના મુદ્દે ચર્ચા કરી

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડો. વિનોદ રાવે વેક્સીનના બે ડોઝ લેવા લોકોને અપીલ કરી - Divya Bhaskar
ડો. વિનોદ રાવે વેક્સીનના બે ડોઝ લેવા લોકોને અપીલ કરી
  • ગોત્રી હોસ્પિટલમાં હાલ 1200 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે

વડોદરા શહેરમાં કુદકેને ભુસકે વધી રહેલા કોરોનાના કેસોને પગલે OSD વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કોરોનાની બીજી લહેરમાં બેડ ખૂટી પડ્યા હતા. તેવી સ્થિતી ન સર્જાય તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. હાલ 1200 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

બેઠક બાદ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી
વડોદરામાં કોરોના કેસમાં વધારો થતાં અને સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ પ્રથમ વખત ઓ એસ ડી ડો. વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ગોત્રી હોસ્પિટલના અધિકારી સાથે ઇમર્જનસી મિટિંગ બોલાવી હતી. જેમાં અધિકારીઓ પાસેથી કોરોના અંગેની વિગતો મેળવી હતી. વિગતો મેળવ્યા બાદ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

ડો. વિનોદ રાવે વેક્સિનના બે ડોઝ લેવા લોકોને કરી અપીલ કરી
કોરોનાના વધી રહેલા કેસોને પગલે ડો. વિનોદ રાવે વેક્સિનના બે ડોઝ લેવા લોકોને અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બીજી લહેરમાં બેડ ખૂટી ગયા હતા. તેવી સ્થિતીનુ નિર્માણ ન થાય તે માટે તંત્ર તૈયારી કરી રહ્યું છે.અને શહેરમાં કોરોનાં કેસ જે વિસ્તારમાં વધે છે તે વિસ્તારનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું છે.

કોરોનાના કેસોમાં રાફડો ફાટશે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. ઉત્તરાયણ પર્વ પૂર્વે બજારમાં ઉમટેલી ભીડને જોતાં અને નિષ્ણાત તબીબોએ કોરોનાના કેસોનો પીક ટાઇમ આવશે, તેવી આપેલી ચેતવણીને જોતાં ઉત્તરાયણ બાદ કોરોનાના કેસોમાં રાફડો ફાટશે, તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...