કોરોના વડોદરા LIVE:દિવાળીના તહેવારો ટાણે જ શહેરમાં કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 10 દિવસમાં 50 કેસ નોંધાયા, 100 ટકા વેક્સિનેસન પૂર્ણ કરવા તંત્રની દોડધામ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવા કેસો અકોટા, અલકાપુરી, વાઘોડિયા રોડ અને વડસર વિસ્તારમાં નોંધાયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,152 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,490 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 7 નવા કેસ નોંધાયા હતા. આ કેસો અકોટા, અલકાપુરી, વાઘોડિયા રોડ અને વડસર વિસ્તારમાં નોંધાયા હતા. ઉત્તર ઝોનમાં એક, પશ્ચિમ ઝોનમાં 3 અને દક્ષિણ ઝોનમાં 3 કેસ આવ્યા હતા.

10 દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા વધી રહી છે
વડોદરા શહેર-જિલ્લામાં મંગળવારે કુલ 2421 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા 6 દિવસમાં 3 દિવસ 7-7 કેસ આવ્યા છે. આ રીતે કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે. હાલમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 39 પર પહોંચી ગઇ છે. આ પૈકી એક દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. હાલમાં 37 દર્દીઓ ક્વોરન્ટીન છે. મંગળવારે 2 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા વધી રહી છે.

પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 2189 નોંધાઇ
વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના રસીકરણમાં રાજ્ય સરકારના આદેશ બાદ સેકન્ડ ડોઝના રસીકરણના આંકડામાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી 10 હજારની નજીક રસી મુકાવનારા લોકોની સંખ્યા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. મંગળવારે થયેલા રસીકરણમાં 9630 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જ્યારે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 2189 નોંધાઇ હતી.

બીજો ડોઝ લેનારની ટકાવારી 76.61%એ પહોંચી
રાજ્ય સરકાર દ્વારા રસીનો પ્રથમ ડોઝ દિવાળી સુધીમાં 100 ટકા લોકોને મૂકવામાં આવે તે માટેનો આદેશ કરતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. મંગળવારે થયેલા રસીકરણની સાથે 98.60% લોકોને રસી નો પહેલો જ આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ મુજબ છેલ્લા એક ટકામાં આવતા લોકોને શોધવા મુશ્કેલ હોય છે, જેને પગલે રસીકરણમાં સંખ્યા ઓછી થઈ રહી છે. જ્યારે બીજી બાજુ બીજો ડોઝ લેનારની ટકાવારી 76.61%એ પહોંચી છે.

કુલ રસીકરણ : 26,45,604 મંગળવારનું રસીકરણ : 11,812 પ્રથમ ડોઝ: 14,88,771 98.60% બીજો ડોઝ : 11,56,805 76.61%

ડેન્ગ્યુના વધુ 5 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં ડેન્ગ્યુનો વાવર ઘટ્યો છે. મંગળવારે ડેન્ગ્યુના વધુ 2 કેસ નોંધાયા હતા. જ્યારે સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધુ 5 કેસ નોંધાયા હતા. જ્યારે ચીકનગુનિયાના 11 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એસ.એસ.જીમાં ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા હતા. જ્યારે મચ્છરના કારણે 338 લોકો બીમાર હોવાનું નોંધાયું છે. તો પાણીજન્ય રોગચાળાને કારણે 91 લોકોને તાવ અને 32 લોકોને ઝાડા ઉલ્ટી થયા હોવાનું સપાટી પર આવ્યું છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,775 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,152 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9684 પશ્ચિમ ઝોનમાં 12,016, ઉત્તર ઝોનમાં 11,810, દક્ષિણ ઝોનમાં 11,831, વડોદરા ગ્રામ્યમાં 26,775 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...