• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Cases Increased 9 Times In Just 9 Days In The City, 10 Cases Were Reported On December 26, 87 Cases Were Reported On January 3.

કોરોના વડોદરા LIVE:શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ નવા 45 કેસ, ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી ઓછા નવા 8 કેસ નોંધાયા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 97 કેસ નોંધાયા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 97 કેસ નોંધાયા છે. આમ કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાઇ ગયું છે. કોરોનાની કુલ કેસની સંખ્યા 73,054 ઉપર પહોંચી ગઇ છે અને આજે વધુ 27 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 72,002 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

શહેરમાં હાલ 522 લોકો હોમ ક્વોરન્ટીન છે
વડોદરા શહેર-જિલ્લામાં આજે જેતલપુર, નવાપુરા, પુનિયાદ, કિશનવાડી, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, મકરપુરા અને વડસરમાં કોરોનાના કેસ નોંધાયા હતા. શહેરમાં હાલ 522 લોકો હોમ ક્વોરન્ટીન છે. તેમજ કોરોનાના 429 એક્ટિવ કેસ છે. જેમાંથી 370ની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 16 દર્દીઓ ઓક્સિજન પર અને 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

ધો-12ની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઇ
વડોદરા શહેરમાં ન્યુ સમા રોડ પર આવેલી MGM સ્કૂલની ધો-12ની વિદ્યાર્થિની કોરોનાથી સંક્રમિત થઇ છે. જેને પગલે સહ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ વિદ્યાર્થિનીના સંપર્કમાં આવેલી અન્ય વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વિદ્યાર્થિનીને શરદી, ખાંસી અને તાવ આવતો હતો. ત્યારબાદ તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વિદ્યાર્થિની હોમ ક્વોરન્ટીન છે
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે, ન્યુ સમા રોડની સ્કૂલમાં એક વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઇ છે. જે હાલ હોમ ક્વોરન્ટીન છે. વડોદરા શહેરમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી, તે વાત ખોટી છે. ઓફલાઇન ચાલતી સ્કૂલોએ ઓફલાઇન શિક્ષણ બંધ કર્યું હશે, પણ સ્કૂલો બંધ કરી નથી. ઓનલાઇન શિક્ષણ તમામ સ્કૂલોમાં ચાલુ છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,854 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 73,054 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9776 પશ્ચિમ ઝોનમાં 12,408, ઉત્તર ઝોનમાં 12,003, દક્ષિણ ઝોનમાં 11,977, વડોદરા ગ્રામ્યમાં 26,854 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...