તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Cases Have Dropped, With Mosquito borne Epidemics Now On The Rise, With 40 Cases Of Dengue And 11 More Cases Of Chickenpox Reported In A Single Day.

કોરોના વડોદરા LIVE:આજે નવા 4 પોઝિટિવ, વધુ 5 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ 72,012 થયા, કુલ 71,370 દર્દી રિકવર થયા

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 4 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 72,012 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 5 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,370 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

કોરોનાના વધુ 4 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 4 કેસ નોંધાયા છે. બુધવારે શહેરમાં 1,349 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જ્યારે 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં 19 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી દર્દીને ઓક્સિજન પર અને એક દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

બુધવારે 12,091 લોકોનું રસીકરણ કરાયું
વડોદરા શહેરમાં બુધવારે 12,091 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 18થી 44 વર્ષની વયના 1,013 લોકોએ વેકસીનનો પહેલો ડોઝ મૂકાવ્યો હતો. જ્યારે 7,307 લોકોએ રસીનો બીજો ડોઝ મૂકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી 18 પ્લસની કેટેગરી વાળા 6,83,266 લોકોએ રસીનો પહેલો ડોઝ અને 2,14,780 લોકોએ બીજો ડોઝ મૂકાવ્યો છે. બીજી તરફ શહેરમાં 1 હેલ્થકેર વર્કરે રસીનો પહેલો ડોઝ અને 135 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. જ્યારે 200 ફ્રન્ટલાઈન વર્કરોએ રસીનો પહેલો અને 299 લોકોએ બીજો ડોઝ મૂકાવ્યો છે. બુધવારે 60 કરતા વધુની ઉંમર વાળાએ 107 લોકોએ પહેલો ડોઝ અને 1,025 લોકોએ બીજો ડોઝ મૂકાવ્યો હતો. જ્યારે 45થી વધુ અને 60 વર્ષના 241 લોકોએ પહેલો ડોઝ અને માત્ર 1,763 લોકોએ રસીનો બીજો રોઝ મૂકાવ્યો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,766 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,004 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9670 પશ્ચિમ ઝોનમાં 11,966, ઉત્તર ઝોનમાં 11,781, દક્ષિણ ઝોનમાં 11,785, વડોદરા ગ્રામ્યમાં 26,766 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
સુભાનપુરા, આજવા રોડ, છાણી

અન્ય સમાચારો પણ છે...