કોરોના વડોદરા LIVE:શહેરમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો, છેલ્લા 36 કલાકમાં નવા 8 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 45 થયા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 8 કેસ આવ્યા હતા. વડોદરા શહેરના વાસણા, ગોત્રી રોડ, વીઆઇપી રોડ, ગોરવા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં નવા કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,242 પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,574 ઉપર પહોંચી ગઇ છે.

હાલમાં શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા 45 છે
વડોદરા શહેરમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે. પાલિકાએ ટેસ્ટિંગ વધાર્યું છે. ગુરુવારે શહેરમાં લેવાયેલા 5,992 નમૂનાઓમાંથી 8 કેસ પોઝિટિવ આવતા તેની સારવાર શરૂ કરાઇ છે. વડોદરા શહેરના દિવાળીપુરા, ગાજરાવાડી અને સુભાનપુરા વિસ્તારમાં પોઝિટીવ કેસ નોંધાયા છે. હાલમાં શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા 45 છે. જેમાં 41 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 3 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે. ગુરુવારે સારવાર લઈ રહેલા 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગરૂવારે 11361 લોકોનું રસીકરણ થયું
વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના રસીકરણમાં ગુરુવારે વધુ 11361 લોકોએ રસી મુકાવી હતી. આ સાથે રસીના પ્રથમનું 100 ટકાનુ લક્ષાંક પૂર્ણ થયા બાદ વધુ 1518 લોકોએ રસીનો પ્રથમ ગુરુવારે મુકાયો હતો આ સાથે શહેરના પ્રથમ ડોઝના રસીકરણની ટકાવારી 100.30% થઇ છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ હવે છેલ્લા ઘણા સમયથી બીજા દેશના લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તે મુજબ ગુરુવારે પણ 9843 લોકોએ રસીનો બીજો ડોઝ મુકાયો હતો. આ સાથે શહેરમાં 84.08% લોકો ફુલ્લી વ્યક્તિનેટેડ થયા છે. જેને પગલે બેકલોગની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

કુલ રસીકરણ 27,83,897 ગુરુવારનું રસીકરણ 11,361 પ્રથમ ડોઝ 15,14,394 100.30% બીજો ડોઝ 12,69,506 84.08%

ચિકનગુનિયાના વધુ 19 કેસ, ડેન્ગ્યુના નવા 8 કેસ
વડોદરા શહેરમાં હાલમાં ડેન્ગ્યુ કરતા ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે. ડેન્ગ્યુના 38 નમુના પૈકી 3 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના 47 નમૂનાઓમાંથી 6 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે તાવ આવતો હોવાની 670 ફરિયાદ મળી હતી. જેમાં 46 જેટલા કેસોમાં ઝાડા-ઉલ્ટી હોવાનું ચોપડે નોંધાયું છે. સાથે સાથે સમામાં એક કેસ ટાઇફોઇડનો સામે આવ્યો છે.એસ.એસ.જીમાં ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાના 13 કેસ નોંધાયા હતા. પાલિકાની વિવિધ ટીમોએ છેલ્લા બે દિવસમાં 20 કન્સ્ટ્રક્શન સાઈટ પર અને 2 હોસ્ટેલ અને સ્કૂલમાં તપાસ કરી હતી. શહેરના રામદેવનગરમાં કમળાનો એક કેસ નોંધાયો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,781 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,242 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9689 પશ્ચિમ ઝોનમાં 12,051, ઉત્તર ઝોનમાં 11,839, દક્ષિણ ઝોનમાં 11,846, વડોદરા ગ્રામ્યમાં 26,781 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...