• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Cases Did Not Increase Despite Double Testing In 5 Days, 6 New Cases In Last 36 Hours, 82.41% People Taking Second Dose Of Vaccine

કોરોના વડોદરા LIVE:શહેરમાં આજે નવા 7 કેસ નોંધાયા, 2 દર્દીને ડિસ્ચાર્જ અપાયો, કેસનો કુલ આંક વધીને 72,234 પર પહોંચ્યો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાસણા, ગોત્રી રોડ, વીઆઇપી રોડ, ગોરવા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં નવા કેસો નોંધાયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7 કેસ આવ્યા હતા. વડોદરા શહેરના વાસણા, ગોત્રી રોડ, વીઆઇપી રોડ, ગોરવા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં નવા કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,234 પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,572 ઉપર પહોંચી ગઇ છે.

7 દિવસમાં બમણાથી વધુ ટેસ્ટિંગ, નવા કેસ ન વધ્યા
વડોદરામાં છેલ્લા 7 દિવસથી કોરોનાના કેસો માટેના ટેસ્ટિંગમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. શહેરના બાગ-બગીચા, મંદિરો, મસ્જિદ, શાક માર્કેટ સહિતના વિવિધ વિસ્તારો જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય તેવા સ્થળોએ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે 9મી નવેમ્બરે 2,213 ટેસ્ટિંગ થયા હતા જે આજે વધારીને 6640 ટેસ્ટિંગ કરવામાં આવ્યાં હતા. આમ બમણા ટેસ્ટિંગ કરવા છતાં કેસો 4થી 7 વચ્ચે જ નોંધાઇ રહ્યાં છે.

બીજો ડોઝ 82.41% થયો
વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના અંગેના વેક્સિનેશનમાં મંગળવારે 7897 લોકોએ રસી મુકાવી હતી. આ સાથે પ્રથમ દોસ્ત લેનારની ટકાવારી હવે 100ની પહોંચી છે. જ્યારે બીજો ડોઝ લેનારની ટકાવારી 82.41% થઈ હતી. મંગળવારે થયેલા રસીકરણમાં 6445 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. દિવાળી બાદ કોરોનાની ત્રીજી લહેર અંગે વધી રહેલી ચિંતાને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે, ત્યારે કોરોનાને અટકાવવા માટે સૌથી અગત્યનું શસ્ત્ર રસીકરણ છે. રસીના બંને ડોઝ લઈને ફુલ્લી વેક્સિનેટેડ થયેલા લોકો કોરોના અટકાવવામાં કારગત સાબિત થશે, ત્યારે શહેરમાં લેનારની કુલ સંખ્યા મંગળવારે 12,44,345 નોંધાઈ હતી.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,776 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,234 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9689 પશ્ચિમ ઝોનમાં 12,044, ઉત્તર ઝોનમાં 11,838, દક્ષિણ ઝોનમાં 11,842, વડોદરા ગ્રામ્યમાં 26,778 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...