• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Became The AP Center In The Western Part Of The City, With 224 Cases Reported In 8 Days, With A Minimum Of 57 Reported In The Southern Region.

કોરોના વડોદરા LIVE:શહેરમાં એક જ દિવસમાં કોરોનાના કેસ ડબલ થઇ ગયા, આજે નવા 181 કેસ, સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં 63 કેસ નોંધાયા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાની કુલ કેસની સંખ્યા 73,235 ઉપર પહોંચી ગઇ છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેર-જિલ્લામાં આજે કોરોનાના કેસ ડબલ થઇને 181 થઇ ગયા છે. ગઇકાલે શહેરમાં કોરોનાના 97 કેસ નોંધાયા હતા. કોરોનાની કુલ કેસની સંખ્યા 73,235 ઉપર પહોંચી ગઇ છે. અને વધુ 17 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ 72,019 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે. આજે શહેરમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં 63 કેસ નોંધાયા છે.

ઓમિક્રોનના નવા 5 કેસ
વડોદરા શહેરમાં આજે ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાયા છે. જેમાં યુએસએથી આવેલા 50 વર્ષીય વ્યક્તિ અને યુએસએથી આવેલી 23 વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 9 વર્ષનો બાળક જેની કોઇ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નથી 63 વર્ષના વૃદ્ધ જેમની કોઇ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટી નથી છતાં ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે.

શહેરમાં હાલ 736 લોકો હોમ ક્વોરન્ટીન છે
વડોદરા શહેર-જિલ્લામાં આજે જેતલપુર, નવાપુરા, પુનિયાદ, કિશનવાડી, દિવાળીપુરા, સંવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, મકરપુરા અને વડસરમાં કોરોનાના કેસ નોંધાયા હતા. શહેરમાં હાલ 522 લોકો હોમ ક્વોરન્ટીન છે. તેમજ કોરોનાના 593 એક્ટિવ કેસ છે.

119 દિવસમાં 1000 જેટલા કેસ નોંધાયા
કોન્વેન્ટ સ્કૂલનો શિક્ષક અને બ્રાઇટ સ્કૂલનો ફિઝિક્સનો શિક્ષક તથા એમજીએમ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જીએસએફસીમાં પણ કોરોનાના 3 કેસ નોંધાયા હતા. શહેરમાં 7મી સપ્ટેમ્બરે કોરોનાના કુલ 72 હજાર કેસનો આંક વટાવ્યા બાદ 119 દિવસમાં 1000 જેટલા કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કુલ 73,054 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,854 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 73,054 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9776 પશ્ચિમ ઝોનમાં 12,408, ઉત્તર ઝોનમાં 12,003, દક્ષિણ ઝોનમાં 11,977, વડોદરા ગ્રામ્યમાં 26,854 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...