તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વિસ્ફોટ:કોરોનાના નવા 123 દર્દી ઉમેરાયા, 19નાં મોત હોસ્પિટલોમાં આઇસીયુના 25% બેડ ખાલી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એન્ટિજન ટેસ્ટની સંખ્યા 4 હજાર સુધી લઈ જવાઈ

ગુરુવારે કોરોના સંક્રમણમાં નવા 123 કેસો ઉમેરાયા હતા. જ્યારે વિવિધ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ પૈકીના 19ના મોત નિપજ્યાં હતા. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 10,161 પર પહોંચી ગઇ છે. 24 કલાકમાં વધુ 119ને રજા અપાતાં સાજા થયેલા દર્દીઓનો સંખ્યા 8,622 થઇ ગઇ છે. કોરોનાના કેસો હવે ગામડામાં વધી રહ્યાં છે. હાલમાં શહેરના સૌથી વધુ કોરોનાગ્રસ્ત ઉત્તર ઝોનમાં કોરોનાના 2396 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે ગામડાઓમાં તેની સંખ્યા વધીને 2,462 પર પહોંચી ગઇ છે. કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા છેલ્લા કેટલાક સમયથી સ્થિર છે.

શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને કામગીરીના મૂલ્યાંકન માટે આજે કોરોના ઓએસડી ડો. વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીઓની હાજરી માં એક બેઠક પણ યોજાઇ હતી. કોરોનાની સ્થિતિ વિશે ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, હાલમાં રેપિડ એન્ટિજન ટેસ્ટમાં પોઝિટિવ દર્દીઓ છેલ્લા ચાર પાંચ દિવસથી ઘટ્યા છે. આ ઉપરાંત હોમ બેઝ્ડ કોવિડ દર્દીઓની સ્થિતિ પર દરેક પબ્લિક હેલ્થ સેન્ટર પરથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં શહેરમાં કોરોનાની સારવાર કરતા હોસ્પિટલોમાં આઇસીયુના 25 ટકા બેડ ખાલી છે. જ્યારે કોરોનાની એ સિવાયની સારવાર કરતી હોસ્પિટલોમાં 40 ટકા બેડ ખાલી છે. હાલમાં દરરોજ 4000ની આસપાસ એન્ટીજન ટેસ્ટ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...