• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • COPD Clinic At Gotri Hospital, Vadodara Will Continue Daily Till November 30, With Capacity Building Training Along With Lung Examination.

વર્લ્ડ COPD ડે:વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સીઓપીડી ક્લિનિક 30 નવેમ્બર સુધી રોજ ચાલુ રહેશે, ફેફસાની તપાસની સાથે તેની ક્ષમતા વધારવાની તાલીમ અપાશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોત્રી હોસ્પિટલ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
ગોત્રી હોસ્પિટલ(ફાઇલ તસવીર)
  • ફેફસાના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે

આજે વર્લ્ડ સી.ઓ.પી.ડી. ડે છે, જેને લઇને વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં દર મંગળવારને બદલે આગામી 30 નવેમ્બર સુધી રોજ સી.ઓ.પી.ડી.ક્લિનિક ચાલુ રહેશે.જેમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામા આવશે. આ ઉપરાંત ફેફસાની તપાસની સાથે સાથે તેની ક્ષમતા વધારવાની તાલીમ પણ આપવામાં આવશે.

સમય સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે
વર્લ્ડ સી.ઓ.પી.ડી ડે નિમિત્તે ગોત્રી હોસ્પિટલમાં સી.ઓ.પી.ડી. ક્લિનિક દર મંગળવારને બદલે આગામી 30 નવેમ્બર સુધી રોજ ચલાવવામાં આવશે. જેનો સમય સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે. જે લોકો ધુમ્રપાન કરતા હોય, ચૂલા પર કામ કરતા લોકો તથા વાહનોના ધુમાડાના વધુ પડતા સંપર્કમાં આવતા લોકોને આ રોગ થવાની શક્યતા વધી જતી હોય છે. એલર્જી અને અસ્થમાના દર્દીઓને પણ આ રોગ થતો હોય છે. ફેફસાના આ રોગમાં દર્દીઓને શ્વાસ ચઢવો, ખાંસી આવવી,કફ નીકળવો, નબળાઇ લાગવી તથા થાક લાગવા જેવી તકલીફો થતી હોય છે.

ફેફસાની ક્ષમતા વધારવાની તાલીમ અપાશે
ગોત્રી હોસ્પિટલમાં ફેફસાની ક્ષમતાની તપાસ, ફેફસા દ્વારા શરીરમાં ઓક્સિજનના પ્રસારણની તપાસ, દવા લેવાની પદ્ધતિ,ધુમ્રપાન છોડાવવા માટેની સારવાર, ફેફસાની ક્ષમતા વધારવાની તાલીમ તથા ફેફસાના સ્નાયુઓને મજબૂત કરવાની કસરતની તાલીમ વિના મૂલ્યે આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...