તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Convocation Ceremony Of 239 Police Trainees Was Held At Pratapnagar Police Headquarters In Vadodara, 109 Young Women Will Be Attached To The 'Shi' Team

દીક્ષાંત સમારોહ:વડોદરામાં પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 239 પોલીસ તાલીમાર્થીનો દીક્ષાંત સમારોહ યોજાયો, 109 યુવતીને 'શી' ટીમ સાથે જોડવામાં આવશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેર પોલીસમાં 109 યુવતીઓ અને 130 જવાનોનો વધારો થયો - Divya Bhaskar
વડોદરા શહેર પોલીસમાં 109 યુવતીઓ અને 130 જવાનોનો વધારો થયો
  • મોટી સંખ્યામાં યુવતીઓના પ્રવેશથી દળની સંવેદનશીલતા વધશેઃ પોલીસ કમિશનર

વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહને પગલે વડોદરા શહેર પોલીસમાં 109 યુવતીઓ અને 130 જવાનો મળીને 239નો વધારો થતાં કોન્સ્ટેબ્યુલરી માનવ સંપદામાં અભિવૃદ્ધિ થઈ છે. વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે તાલીમ પૂરી કરીને પોલીસ દળમાં નવી કારકિર્દી શરૂ કરવા ઉત્સુક આ લોકોને પોલીસ પરિવારમાં આવકાર્યા હતા.

યુવતીઓને તાલીમ આપીને 'શી' ટીમ સાથે જોડાશે
109 પોલીસ યુવતીઓને યોગ્ય તાલીમ આપીને 'શી' ટીમ સાથે જોડવામાં આવશે, તેવી જાણકારી આપતાં વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓ, બાળકો અને વડીલો માટે પોલીસ તંત્રની નીતિ નક્કી કરી છે. આટલી મોટી સંખ્યામાં યુવતીઓના પ્રવેશથી દળની સંવેદનશીલતા વધશે અને ઉપરોક્ત વર્ગ માટેની પોલિસી અને પોલિસીંગ મજબૂત બનશે. આ પોલીસ ખાતા માટે આ ખૂબ સારી બાબત છે.

વડોદરા શહેર પોલીસ કમિશનરે તમામ જવાનોને નવી કારકિર્દીના પ્રારંભ માટે અભિનંદન આપ્યા
વડોદરા શહેર પોલીસ કમિશનરે તમામ જવાનોને નવી કારકિર્દીના પ્રારંભ માટે અભિનંદન આપ્યા

પોલીસ દળમાં મહિલાઓની ઉપસ્થિતિ વધી રહી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની 33 ટકા મહિલા અનામતની નીતિ અનુસરવાની યોગ્ય કાળજી ભરતીમાં લેવામાં આવે છે. જેના પગલે પોલીસ દળમાં મહિલાઓની ઉપસ્થિતિ વધી રહી છે.

પોલીસ કમિશનરે નવી કારકિર્દીના પ્રારંભ માટે અભિનંદન આપ્યા
તેમણે તમામને નવી કારકિર્દીના પ્રારંભ માટે અભિનંદન આપ્યા હતા અને રાષ્ટ્ર તથા બંધારણને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા હતા. આ લોકોને શી ટીમની વિભાવના, ભૂમિકા અને કામગીરીની સમજ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...