ભોજન અભિયાન:જો હિંદુ સંગઠનો જવાબદારી નિભાવે તો ધર્મ પરિવર્તન અશક્ય: પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ - Divya Bhaskar
પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ
  • 1100 વનવાસી બાળકોને બે સમય ભોજન માટેનું અભિયાન

વડોદરાના વાડી સ્થિત શ્રી મહારુદ્ર હનુમાન સંસ્થાન દ્વારા છોટાઉદેપુર જિલ્લાની આશ્રમશાળાઓમાં રહેતા 1100 વનવાસી બાળકોને બે સમય ભોજન મળી રહે તે માટે અભિયાન ચલાવાયું છે. જે અભિયાનને સફળ બનાવવા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ વડોદરાની ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં છે. શુક્રવારના રોજ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે શહેરની હોટલમાં સીએ,એએસ સાથે ટોક શો પણ યોજ્યો હતો. શહેરમાં થઈ રહેલા ધર્મપરીવર્તન અંગે તેમણે જણાવ્યું હતું કે,હિંદુ અને સનાતનની વાત કરનારા જો પોતાની યોગ્ય જવાબદારી નિભાવે તો ધર્મપરીવર્તન થઈ જ ન શકે.

શહેરના ભારતમાતા મંદિરના ભાસ્કરભાઈ ગોઠગસ્તે દ્વારા 14 આશ્રમમાં રહેતા વનવાસી 1100 બાળકોને ભણાવે છે,અને તેમની સારસંભાળ રાખે છે. આજ થી ત્રણ વર્ષ પહેલા હું વડોદરા આવ્યો હતો ત્યારે ભાસ્કરભાઈને મળ્યો હતો.ત્યારે તેમને મને આ બાળકો અંગે જણાવ્યું હતું. મે તેમને જણાવ્યું હતું કે,હું વડોદરા આવીશ અને ધનાઢ્ય લોકોને મળીને આ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરીશ. સનાતન અને હિંદુત્વની વાતો કરે છે.તે લોકોએ જો યોગ્ય રીતે કામ કર્યું હોત તો બીજા ધર્મના લોકો ભારતમાં આવીને અહીના લોકોનું ધર્મપરીવર્તન ન કરી શક્યાં હોત.