શિક્ષણ:જાપાનની હ્યોગો યુનિવર્સિટી અને વડોદરાની MS યુનિવર્સિટી વચ્ચે કૉન્વર્સેશન પાર્ટનર્સ પ્રોગ્રામ યોજાયો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતાં

હ્યોગો યુનિવર્સિટી, જાપાનની ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ રિલેશન્સ અને ઑફિસ ઑફ ઈન્ટરનેશનલ અફેર્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ ઓગસ્ટથી નવેમ્બર-2021 દરમિયાન કૉન્વર્સેશન પાર્ટનર્સ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ફેકલ્ટી ઓફ આર્ટસના અંગ્રેજી વિભાગના 25 વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના સમાપન વિધિમાં બંને યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમનો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત અન્ય સહયોગી કાર્યક્રમોની જાહેરાત કરવામાં પણ આવી હતી. ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમ દરમિયાન, અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓએ બંને દેશોની સંસ્કૃતિ અને ભાષાની આપ-લે કરવા માટે હ્યોગો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા શ્રેણીબદ્ધ વાર્તાલાપમાં પોતાને જોડ્યા. પરિણામે, અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ જાપાનીઝ સંસ્કૃતિ અને ભાષા વિશે શીખ્યા અને તેઓએ ભારતીય સંસ્કૃતિ અને વિવિધ ભારતીય ભાષાઓના આવશ્યક પાસાઓ વિશે પણ શીખવ્યું. કાર્યક્રમનું સુઆયોજન રીતે પ્રો. ધનેશ પટેલ, ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર અને પ્રો. વનિષા નામ્બિયાર, ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડેપ્યુટી ડાયરેક્ટર અને અંગ્રેજી વિભાગના પ્રો. હિતેશ રવિયાએ કર્યું હતું. અંગ્રેજી વિભાગના ડૉ. ચારુલ જૈન અને ડૉ. રાજેશ ભરવાડ અને હ્યોગો યુનિવર્સિટીના ડૉ. સિમોના લુકમિનાઈટ દ્વારા અસરકારક રીતે કાર્યક્રમનુ સંકલન કરવામાં આવ્યું હતું.

પ્રો. વનિષા નામ્બિયારે એવી પણ સૂચના આપી હતી કે, બંને યુનિવર્સિટી ટૂંક સમયમાં આવાં અનેક પ્રકારના આયોજન કરશે. પ્રો. હિતેશ રવિયાએ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા જ કાર્યક્રમો યોજવાની તેમની ઈચ્છા દર્શાવી હતી. બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કાર્યક્રમ અંગે તેમના પ્રતિભાવો આપ્યા હતા અને આવા પ્રકારના અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

હ્યોગો યુનિવર્સિટીના વિદ્યાર્થી જુનજી ફુજીતાએ જણાવ્યું હતું કે, "ભારતીય વિદ્યાર્થીઓ સાથે શિક્ષણના અનુભવોનું આદાન-પ્રદાન કરી શક્યો તે બદલ હું ખૂબ જ ખુશ હતો." અંગ્રેજી વિભાગના વિદ્યાર્થી નતાશા વાઝે જણાવ્યું હતું કે, “જાપાની સંસ્કૃતિ અને સાહિત્ય પ્રત્યે સભાનતા અને સમાનતાઓ આપણી સાંસ્કૃતિક વારસાને અન્ય સાથે વહેંચવું તે સમગ્ર ઘટના સમૃદ્ધ બનાવનારી હતી. કૉન્વર્સેશન પાર્ટનર્સ પ્રોગ્રામ જેવા કાર્યક્રમો વસુધૈવ કુટુંબકમના આદર્શને ચરિતાર્થ કરે છે.” કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ થવો એ તમામ સહભાગીઓ માટે આનંદની ક્ષણ હતી.

અન્ય સમાચારો પણ છે...