અશાંતધારા ભંગનો આક્ષેપ:પૌંઆવાળાની ગલીમાં એક દુકાનનો દસ્તાવેજ વિધર્મીના નામે થતાં વિરોધ, સમગ્ર વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના યાકુતપુરા સામે પૌંઆવાળાની ગલીમાં વિધર્મીને દુકાન વેચવા બાબતે હોબાળો થયો હતો. - Divya Bhaskar
શહેરના યાકુતપુરા સામે પૌંઆવાળાની ગલીમાં વિધર્મીને દુકાન વેચવા બાબતે હોબાળો થયો હતો.
  • કોર્પોરેટરો પણ બેઠકમાં ગયા, હિન્દુ જાગરણ મંચનો લેન્ડ જેહાદનો આક્ષેપ
  • દસ્તાવેજ રદ કરાવવા સ્થાનિકો-કોર્પોરેટરો રાતે ભેગા થયા

શહેરના અતિ સંવેદનશીલ એવા યાકુતપુરાની સામેના ભાગે અને ચાંપાનેર દરવાજાને અડીને આવેલી પૌંઆવાળાની ગલીમાં એક દુકાનનો દસ્તાવેજ વિધર્મીના નામે થતાં તેના વિરોધમાં મોડી રાતે વિવિધ સંગઠનો ભેગાં થયાં હતાં અને દસ્તાવેજ રદ કરાવવાની રણનીતિ નક્કી કરવાનો સંકેત આપ્યો હતો. આ મામલો મુખ્યમંત્રી સુધી પણ પહોંચ્યો હોવાની પણ વિગત સપાટી પર આવી છે. યાકુતપુરાની સામે આવેલી પૌંઆવાળાની ગલીમાં અશાંતધારાનો વિવાદ થયો છે. જેમાં સ્થાનિક હિન્દુએ વર્ષ 2016માં વિધર્મીને દુકાન વેચતાં જે તે સમય વિવાદ થયો હતો અને દસ્તાવેજ હિન્દુના નામે થશે તેવી ખાતરી અપાઈ હતી.

આ મામલે ધારાસભ્યોને પણ રજૂઆત કરવામાં આવી હતી. જોકે દસ્તાવેજમાં વિધર્મીનું નામ આવતાં હિન્દુ સંગઠને ભેગાં થઈ સોમવારે રાત્રે બેઠક કરી હતી. જેમાં હિન્દુ જાગરણ મંચ, ભાજપના કોર્પોરેટરો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા હતા. જેમાં હાજર સંગઠનના આગેવાનોએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હિન્દુનું મકાન હિન્દુને વેચીશું તેવી ખાતરી અપાયા પછી પણ પાલન થતું નથી ત્યારે વિધર્મીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની જરૂર છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓ માર ખાય છે અને હિન્દુસ્તાનમાં આવો માર પડે તો હિન્દુ સમાજ જશે ક્યાં? અફઘાનિસ્તાનમાં લોકોને વિમાનની પાંખ પર બેસીને ભાગવું પડ્યું હતું પણ આપણે ક્યાં જઈશું?

સંબંધિત વિસ્તાર બહારના બે ખોટા સાક્ષી ઊભા કરાયા
ભાજપના કોર્પોરેટર સચીન પાટડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2016થી આ પ્રોસીજર ચાલે છે અને એક હિન્દુએ વિધર્મીને દુકાન આપતાં આ વિસ્તારના લોકોને બીક છે કે ભવિષ્યમાં અમારે અહીંયાં રહેવાનું મુશ્કેલ થઈ જશે. આ અશાંતધારાનો વિષય છે અને અશાંતધારાનો ભંગ થયો છે. આ મેટર હાઇકોર્ટ સુધી ગઈ છે અને વિસ્તાર બહારના બે ખોટા સાક્ષી ઊભા કરવામાં આવ્યા છે અને અમારી એડવોકેટ સાથે ચર્ચા થઈ છે. જેથી અમે નવેસરથી પડકાર આપીશું અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં જઇશું.

નોટિસ લગાવી ત્યારે નામની ખબર પડી
ભાજપના અન્ય કોર્પોરેટર જેલમ ચોક્સીએ જણાવ્યું હતું કે, હિન્દુની દુકાન હતી તે વિધર્મીને વેચી છે અને આ પહેલાં પણ અમે વિરોધ કર્યો હતો. આ અંગે નોટિસ લગાવી ત્યારે નામ પરથી ખબર પડી કે દસ્તાવેજ વિધર્મીએ કરાવ્યા છે. ં અને હિન્દુની દુકાન હોય તો અન્ય કોમની વ્યક્તિને થોડા પૈસાની લાલચમાં દુકાન આપવી જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...