સ્થળ મુલાકાત બાદ કાર્યવાહી:વોર્ડ નંબર 5ની દીવાલ 1 વર્ષ બાદ પણ ન બનતાં વિવાદ, બિલ્ડરે દીવાલ બનાવવા બાંહેધરી આપી હતી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે ટીપી શાખાની ટીમ સ્થળની મુલાકાત લેશે

આજવા રોડની નવી વોર્ડ 5ની કચેરીની દીવાલ નિર્માણાધીન સાઈટના કારણે તોડી પડાતાં વિવાદ થયો હતો. એક વર્ષ બાદ પણ દીવાલ ન બંધાતાં બિલ્ડરની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. બુધવારે પાલિકાની ટીપી શાખાની ટીમ સ્થળ મુલાકાત લઈ કાર્યવાહી કરશે.

આજવા રોડ પર નવા વોર્ડ 5ની કચેરીની બાજુમાં બહુમાળી ઇમારત બની રહી છે. એક વર્ષ અગાઉ બેઝમેન્ટની કામગીરી વેળા વોર્ડ ઓફિસની દીવાલમાં તિરાડો પડી હતી. જે તે સમયે બિલ્ડરે દીવાલનું બાંધકામ કરી આપવાની બાંહેધરી આપી હતી. જોકે એક વર્ષ બાદ નવી વોર્ડ ઓફિસ બની ત્યારે પણ દીવાલ તૂટેલી હતી.

આ અંગે પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર પરેશ પટેલે જણાવ્યું કે, બિલ્ડરને બેઝમેન્ટ બનાવવા દીવાલ તોડી કામ કરવાની પરવાનગી આપી છે. તેણે દીવાલ બનાવી આપી નથી તે ચોક્કસ બાબત છે. જ્યારે ટાઉન પ્લાનિંગ અધિકારીએ જણાવ્યું કે, કમિશનર લેવલેથી બાંધકામની મંજૂરી મળી હતી. ઇન્સ્પેક્ટર બુધવારે સ્થળ વિઝિટ કર્યા બાદ પગલાં ભરીશું.

અન્ય સમાચારો પણ છે...