તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વડોદરામાં કોરોના મહામારી વચ્ચે એક ટ્યુશન ક્લાસ ચાલુ રહેતા વિવાદ, સંચાલકે કહ્યું: વિદ્યાર્થીઓ ક્વેરી સોલ્વ કરવા આવ્યા હતા

વડોદરા4 મહિનો પહેલા
ટ્યુશન ક્લાસમાંથી બહાર નીકળી રહેલા વિદ્યાર્થીઓ - Divya Bhaskar
ટ્યુશન ક્લાસમાંથી બહાર નીકળી રહેલા વિદ્યાર્થીઓ
  • રાવપુરા ઘી કાંટા રોડ ઉપર ટ્યુશન ક્લાસ ચાલુ રહેતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો

કોરોનાની મહામારી વચ્ચે વડોદરા શહેરના રાવપુરા ઘી કાંટા રોડ ઉપર એક ટ્યુશન ક્લાસ ખોલતા વિવાદ સર્જાયો હતો. જોકે, ક્લાસ સંચાલકે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ્સને અભ્યાસમાં ક્વેરી હોવાથી સ્વેચ્છાએ આવ્યા હતા. અમારા ક્લાસના સ્ટુડન્ટ્સને ઓનલાઇન શિક્ષણ આપતા હોવાથી ક્લાસ ચાલુ જ હોય છે.

સ્થાનિક લોકોએ ટ્યુશન ક્લાસ બંધ કરાવવા માંગ કરી
કોરોના મહામારીના કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની સૂચના છે. ટ્યુશન ક્લાસિસ બંધ રહેતા સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે, ત્યારે વડોદરાના રાવપુરા રોડ ઉપર આવેલા ટ્યુશન ક્લાસના સંચાલક ઉમેશભાઇ મોદીએ રાવપુરા ઘી કાંટા રોડ ઉપર આવેલા પોતાનો ટ્યુશન ક્લાસ ચાલુ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ શરૂ કરવામાં આવેલા ટ્યુશન ક્લાસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તે સાથે ટ્યુશન ક્લાસ બંધ કરાવવા માંગણી કરી હતી.

ટ્યુશન ક્લાસમાં પડેલા પુસ્તકો અને નોટબુક્સ
ટ્યુશન ક્લાસમાં પડેલા પુસ્તકો અને નોટબુક્સ

સંચાલક કહે છે કે, સ્ટુડન્ટને ક્વેરી હોવાથી ક્લાસિસ પર આવ્યા હતા
ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલક ઉમેશ મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના કારણે શૈક્ષણિક સંકુલો બંધ રાખવા માટે સરકારે આદેશ જારી કર્યો છે. અમારા ટ્યુશન ક્લાસ પણ બંધ છે. જોકે, અમારા ક્લાસ દ્વારા ક્લાસના સ્ટુડન્ટ્સને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આગામી તારીખ 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો-12ની પૂરક પરીક્ષા છે. આ પરીક્ષા આપનાર કેટલાક વિદ્યાર્થીઓ મારા ક્લાસના છે. 7થી 8 જેટલા વિદ્યાર્થીઓને ક્વેરી હોવાથી તેઓ ક્લાસમાં આવ્યા હતા. મેં તેઓને ક્લાસમાં આવવા માટે જણાવ્યું નથી.

ટ્યુશન ક્લાસ
ટ્યુશન ક્લાસ

ટ્યુશન ક્લાસ બંધ રહેતા સંચાલકોની હાલત કફોડી બની અત્રે, ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને અટકાવવા માટે અનલોક-4માં પણ સરકાર દ્વારા શૈક્ષણિક સંકુલોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવી નથી. શહેરના કેટલાક ટ્યુશન સંચાલકો દ્વારા ખાનગી ટ્યુશન સંચાલકોને ક્લાસો શરૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ, સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. ટ્યુશન ક્લાસ બંધ રહેવાને કારણે માત્ર ટ્યુશન ક્લાસ ઉપર ગુજરાન ચલાવતા સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser