વિવાદ:મહિલા સ્વાવલંબન દિનના કાર્યક્રમમાં એક જ મહિલા કાઉન્સિલરને આમંત્રણથી વિવાદ

વડોદરાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા-બાળ વિકાસ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો હતો
  • માત્ર હેમિષા ઠક્કરને બોલાવાતાં અન્ય મહિલા કોર્પોરેટરમાં ચર્ચા

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત વડોદરાના મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીમાં માત્ર એક મહિલા કાઉન્સીલરને નિમંત્રણ અપાતાં વિવાદ થયો છે. રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 1થી 7 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં 3જી તારીખે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના માત્ર મહિલા કોર્પોરેટર હેમિષા ઠક્કરને આમંત્રણ આપવામાં આવતા એ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મહિલા કાઉન્સિલરોમાં ભારે ચર્ચા જગાવી છે.

સામાન્ય રીતે ગુજરાત સરકારના વિભાગો દ્વારા જે પણ કાર્યક્રમ યોજાતા હોય તેમાં તમામ કાઉન્સીલરોને આમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં માત્ર એક જ મહિલા કોર્પોરેટરને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી વિવાદ સર્જાયો છે. જોકે આ અંગે જિલ્લા પંચાયતના અધિકારી ડો. સુધીર જોશીએ જણાવ્યું હતું કે, આ એક ખાનગી યુનિવર્સિટીનો કાર્યક્રમ હતો. જેમાં હેમિષા ઠક્કર આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને તેના હોદ્દાની રૂએ તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...