તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ટીશર્ટના નાણાં મુદ્દે તકરાર યુવક પર 4 શખ્સનો હુમલો, ચાર સામે હુમલો અને ધાકધમકીની ફરિયાદ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કારેલીબાગમાં રેનબસેરા એકતાનગરની ઘટના

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બાવનચલ એકતાનગરમાં ટીશર્ટના નાણા લેવા મુદ્દે બે યુવાનો બાખડતાં વચ્ચે છોડાવવા પડેલા યુવક ઉપર સ્થાનિક 4 શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા મામલો પોલીસ મથક પર પહોંચ્યો છે. પોલીસે 4 હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બાવનચલ રેનબસેરા એકતાનગરમાં રહેતા ફરીદ ઉર્ફે ટીંગુ હાજીમિયાં શેખ જંપર રિપેરિંગનું કામ કરે છે. ગત તા. 31મી ઓગસ્ટના રોજ તેઓ પોતાના ફળિયામાં ઉભા હતા.

તેઓ સમયે મોડીરાતે નજીકમાં રહેતા તાહિર શેખને સાહિલ ઉર્ફે લીંબુ સલીમભાઇ શેખે ટીશર્ટ આપી હતી અને ટીશર્ટના પૈસાની લેવડ દેવડ બાબતે તાહિર અને સાહિલ બન્ને બોલાચાલી થઈ હતી. બંને યુવકોને ઝઘડતા જોઇ મુસ્તકિન ઉર્ફે બાબા ઇશાકભાઈ મલેક પણ ત્યાં આવી પહોંચ્યો હતો. બંનેએ તાહિર ઉપર હુમલો કરી તેને માર માર્યો હતો. આ સમયે ફરીદભાઈ અને તાહિરની માતા છોડાવવા પડયા હતા. તે સમયે મુસ્તકિમ મલેકે તાહિરની માતાને માર માર્યો હતો.

ત્યારે નજીકમાં રહેતા સાજીદ અહેમદ લગ્જરીવાળા અને સમીર સરીફભાઇ શેખ પણ ત્યાં આવી પહોચ્યા હતા અને ચારેયએ છોડાવવા પડેલા ફરીદભાઈ પર પાઇપ વડે હુમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે ફરીદભાઈએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારબાદ બનાવ અંગે ફરીદ શેખે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાહિલ ઉર્ફે લીંબુ સલીમભાઇ શેખ, મુસ્તકિન ઉર્ફે બાબા ઇશાકભાઈ મલેક, સાજીદ અહેમદ લગ્જરીવાળા અને સમીર ઉર્ફે લલબર સરીફભાઇ શેખ વિરુદ્ધ મારમારી ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...