તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સસ્પેન્ડેડ વોર્ડ પ્રમુખ કોર્પોરેટરની બર્થ-ડે પાર્ટીમાંં દેખા દેતાં વિવાદ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગાર રમતાં પકડાયેલા સોલંકીને ભાજપાએ સસ્પેન્ડ કર્યા હતા
  • ભાજપા નેતા ડોંગા કહે છે પાર્ટીમાં આવું કોઈ આવ્યું નથી

જુગાર રમતા ઝડપાયા બાદ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા બુટલેગર જુગારીયા જયેન્દ્ર સોલંકી પશ્ચિમ વિસ્તારના ભાજપના કોર્પોરેટરની બર્થડે પાર્ટીમાં જતા ભારે વિવાદ સર્જાયો છે અને તેના ભાજપી મોરચે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પાલિકાના ઇલેક્શન વૉર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર નિતીન દોંગા એ મંગળવારે તેમનો બર્થ-ડે ઉજવ્યો હતો. પાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નિતીન ડોંગા રાજકીય રીતે અવારનવાર વિવાદના વંટોળમાં ઘેરાયેલા રહે છે. આ અગાઉ સોસિયલ મીડિયા ઉપર પણ ધમકી આપવાની ધમકી આપવાના વિવાદમાં સપડાયા હતા તો ચૂંટણીમાં ગુજરાતના બે મંત્રી પ્રચાર માટે આવ્યા હતા ત્યારે પણ સ્થાનિક સંગઠન અંધારામાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ બર્થ ડે ની ઉજવણી દરમિયાન બુટલેગર જયેન્દ્ર સોલંકી કે જે વોર્ડ નંબર 10ના યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે અને તાજેતરમાં જુગાર રમતા પકડાયા હતા તેની પણ હાજરી હતી. ભાજપ દ્વારા જ્યેન્દ્ર સોલંકીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તેઓ પણ ભાજપ કોર્પોરેટરની બર્થ ડેની ઉજવણીમાં હાજર રહેતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત આ વિસ્તારના કેટલાક નામચીનો પણ હાજર રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ કોર્પોરેટરે બર્થડેની ઉજવણી કરી પરંતુ તેઓએ તેમના ફોટા વાયરલ થઈ જાય નહીં તેને ધ્યાનમાં રાખી ફોટા કે વિડીયોગ્રાફી કરવા દીધી ન હતી.

આ મામલે નિતીન ડોંગાને પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારી બર્થ ડે ની ઉજવણી માં જયેન્દ્ર સોલંકી કે અન્ય કોઇ નામચીન તત્વો આવ્યા ન હતા.અત્રે નોંધનીય છે કે જયેન્દ્ર સોલંકી જુગાર રમતાં પોલીસના હાથે ઝડપાયા હતા જેના પગલે ભાજપામાં હલચલ મચી ગઈ હતી.આખરે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...