શહેરના ખંડેરાવ માર્કેટ પાછળ શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત કાર્યરત રસીકરણ કેન્દ્રો પૈકીના કાછીયા પટેલ વાડી દ્વારા રસીકરણ કેન્દ્ર માટેનું ભાડું લાઈટ બિલ ફરાસખાનુ અને મેન્ટેનન્સ સહિતના વિવિધ હેડમાં રૂા.90990ના બિલનો બોજો કોર્પોરેશનના માથે નાખવાનો કારસો ઉંધો પડ્યો છે. આ અંગે વિવાદ થતાં લાઈટ બિલ અને ફરાસખાના પૈસા કોર્પોરેટર જાતે ભોગવશે તેવું નક્કી કરી સમગ્ર વિષય પર ઠંડું પાણી રેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જોકે આરોગ્ય અમલદાર દેવેશ પટેલે જણાવ્યા મુજબ, સાત દિવસ અગાઉ ફરાસખાના પૈસા બાબતે કોર્પોરેટર જ્યોતિબેન પટેલના પતિ નીતિનભાઈ દ્વારા ફોન કરી જાણ કરાતા પાલિકા એક પણ રૂપિયો નહીં ચૂકવે તેવી સ્પષ્ટ વાત કરવામાં આવી હતી તેમજ ફરાસખાના માટે કોર્પોરેશન દ્વારા એજન્સીની નિમણૂક કરવામાં આવી છે તેની પાસે ફરાસખાનાનું કામ કરાવવાને બદલે જાતે વાડીનું ફરાસખાનું કોને પૂછી વાપર્યું અંગે પણ પ્રશ્નો ઉભા કરાયા હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે નેવું હજારના બિલની વાત જ નથી અમે કોઈને નેવું હજારનું બિલ આપ્યુ નથી. મૌખિક વાત એ બિલની બજવણી નથી. જે લાઈટ બિલ અને અન્ય બિલની રકમ છે તે અમે જાતે ભોગવવાના છે.
બિલની વાત આવતા અમે સેન્ટર બંધ કર્યુ
મને શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના ડો. અભિષેક રાઠોડ ફોન દ્વારા કાછીયા પટેલ વાડી દ્વારા ભાડું ફરાસખાનુ સહિત રૂ.90900ની માગણી કરાઇ હોવાની વાત કરતાં તાત્કાલિક સેન્ટર બંધ કરાવ્યું હતું તેમજ બિલની રકમ હાર્ડ કોપી મંગાવી આરોગ્ય અમલદારને પહોંચાડી તેમને રજૂઆત કરવાનું કહ્યું હતું. અમે તમામ સેન્ટર ફ્રી માં ચલાવી રહ્યા છીએ.> ડો.સ્મિતાબેન વસાવા, ડી વાયએચઓ, નોર્થ ઝોન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.