ભાજપ-આપ વચ્ચે હોર્ડિંગ્સ યુદ્ધ:વડોદરામાં પાલિકાએ આમ આદમી પાર્ટીનું હોર્ડિંગ્સ ઉતારી લેતા વિવાદ, આપના કાર્યકરોએ નવા CMને આવકારતુ ભાજપનું હોર્ડિંગ્સ ઉતારી લીધુ

વડોદરાએક મહિનો પહેલા
વડોદરા શહેરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું હોર્ડિંગ્સ યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે
  • તંત્ર કિન્નાખોરી રાખશે ન ઉગ્ર આંદોલનની આમ આદમી પાર્ટીના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી

વડોદરા શહેરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું હોર્ડિંગ્સ યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ઉપર લગાવેલુ હોર્ડિંગ્સ ઉતારી કોર્પોરેશનના ગેટ પાસે મૂકી દેતા વિવાદ સર્જાયો છે. નોધનિય છે કે, બુધવારે કોર્પોરેશન દ્વારા ગોરવામાથી આમ આદમી પાર્ટીનું હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યું હતું.

આપના કાર્યકરોમાં ભારે રહ્યો રોષ ભભૂકી ઉઠ્યો
આમ આદમી પાર્ટીના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર વિરેન રામીએ જણાવ્યું હતું કે, ગોરવા દશામાં મંદિર પાસે ગણેશોત્સવ માટે લગાવેલું હોર્ડિંગ્સ કોર્પોરેશન દ્વારા બુધવારે ઉતારી લેવામાં આવ્યું હતું. જેના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રહ્યો રોષ ભભૂકી ઉઠ્યો હતો. દરમિયાન આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો ખંડેરાવ માર્કેટ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે માર્કેટ ચાર રસ્તા પર નવા મુખ્યમંત્રીની શુભેચ્છા પાઠવતુ ભાજપનું હોર્ડિંગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉતારી લઇને ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનના ગેટ પાસે મૂકી દીધું હતું.

આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ઉપર લગાવેલુ હોર્ડિંગ્સ ઉતારી કોર્પોરેશનના ગેટ પાસે મૂકી દેતા વિવાદ સર્જાયો
આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ઉપર લગાવેલુ હોર્ડિંગ્સ ઉતારી કોર્પોરેશનના ગેટ પાસે મૂકી દેતા વિવાદ સર્જાયો

આપની ઉગ્ર આંદોલનની ચીમકી
તેમણે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે, વડોદરા શહેરમાં અનેક પાર્ટીઓના હોર્ડિંગ્સ લાગેલા છે, ત્યારે માત્ર આમ આદમી પાર્ટીનું જ હોર્ડિંગ્સ કેમ ઉતારી લેવામાં આવ્યું. તેનો જવાબ માગ્યો હતો. સાથે જણાવ્યું હતું કે, જો આમ આદમી પાર્ટીનું હોર્ડિંગ્સ ભલે ઉતારી લેવામાં આવ્યું. તેની સામે અમને વિરોધ નથી, પરંતુ, અન્ય હોર્ડિંગ્સ પણ ઉતારી લેવા અમારી માગણી છે. જો તંત્ર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવશે તો ન છૂટકે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

બુધવારે કોર્પોરેશન દ્વારા ગોરવામાથી આમ આદમી પાર્ટીનું હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યું હતું.
બુધવારે કોર્પોરેશન દ્વારા ગોરવામાથી આમ આદમી પાર્ટીનું હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યું હતું.

ભાજપના ઇશારે આપના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવે છે
આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન્દ્ર રામીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીના હોર્ડિંગ્સ ભાજપના ઇશારે ઉતારી લેવામાં આવે છે. જો તંત્ર દ્વારા આજ રીતે કાર્યવાહી કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આદોલન કરતાં ખચકાશે નહીં.

તંત્ર કિન્નાખોરી રાખશે ન ઉગ્ર આંદોલનની આમ આદમી પાર્ટીના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી
તંત્ર કિન્નાખોરી રાખશે ન ઉગ્ર આંદોલનની આમ આદમી પાર્ટીના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી

પૂર્વ કોર્પોરેટર અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે તું-તું મેં-મેં થયું
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવમાં શુભેચ્છા પાઠવતા રાજકીય આગેવાનોના હોર્ડિંગ્સ ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે તેમાં કંઈક આગેવાનોએ કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લીધી નથી. તે બાબતને ધ્યાનમાં રાખી બુધવારે કોર્પોરેશન દ્વારા ગોરવા દશામાં તળાવ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટરનું લગાવ્યું હતું તે તાત્કાલિક અસરથી ઉતારી લેવામાં આવ્યું હતું. ત્યારે પૂર્વ કોર્પોરેટર અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે તું-તું મેં-મેં પણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...