વિવાદ:કામ માટે અધિકારી સામે હાથ જોડીને ઊભા રહેવું પડે તે દુખદ, પૂર્વ ભાજપી કોર્પોરેટર નીતિન દોગાએ મૂકેલી પોસ્ટનો વિવાદ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તક મળશે તો અધિકારીઓ હાથ જોડી સમસ્યા સાંભળે તેવું કરીશ

પશ્ચિમ ઝોનમાં અધિકારીઓ સામે બાહુબલી બની રમખાણ મચાવવામાં મશહૂર ભાજપના પૂર્વ કોર્પોરેટર નિતીન દોંગાએ ફરી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે ફરી તક મળશે તો તમામ અધિકારીને જનતાની સામે હાથ જોડી સમસ્યા સાંભળે તેવી વ્યવસ્થા કરવા પ્રયાસ કરીશ, તેમ કહેતાં વિવાદ થયો હતો.પાલિકાના જુના સીમાંકન મુજબના વૉર્ડ 10ના પૂર્વ કોર્પોરેટર નીતિન ડોંગા અગાઉની અઢી વર્ષની ટર્મમાં સ્થાયી સમિતિના સભ્ય હતા અને તે એક મંત્રીની નજીકના પણ ગણાય છે. લોકોના પ્રશ્નો માટે વહીવટી વોર્ડ નંબર 11 ની કચેરી માં લાકડી લઈને પણ તેઓ ભૂતકાળમાં પહોંચ્યા હતા અને તેઓ અનેક વખત બન્યું છે.

પાલિકામાં 5 વર્ષની મુદત પૂરી થતાં નિતીન દોગાએ સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું નિતીન દોગા કોર્પોરેટર તરીકે છેલ્લા દિવસે તમામ લોકોને હૃદયપૂર્વક માફી માગું છું જે લોકોને કોર્પોરેશનના ક્લાર્કથી લઇ કમિશનર સુધીના અધિકારી સામે પોતાના કામ માટે જો હાથ જોડીને ઊભા રહેવું પડ્યું હોય તો (લોકશાહીને આનાથી વધુ દુખદ બાબત બીજી કોઈ હોઈ ન શકે).મારાથી થતાં તમામ પ્રયાસ કર્યો છે છતાં કંઈક ખૂટતું હશે તો ફરી ક્યારેક તક મળશે તો ચોક્કસ હજુ સારી રીતે લોકોને તકલીફ ન પડે એવો પ્રયત્ન જરૂર કરી જીવનનું એક જ લક્ષ્ય હતો કે સરકારી અધિકારીને લોકશાહીની સાચી સમજ પાડવી. ફરી જીવનમાં ક્યારેક તક મળશે તો તમામ સરકારી અધિકારીને આમ જનતાની સામે હાથ જોડીને એની સમસ્યા સાંભળે એ પ્રકારની વ્યવસ્થા થાય એવું કરવાનું ચોક્કસ પ્રયાસ કરીશ. વંદે માતરમ એમ તેમણે છેલ્લે લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...