તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પોલીસે દંડની રકમ ત્રાહિતના એકાઉન્ટમાં નખાવતાં વિવાદ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફતેગંજમાં માસ્ક વગરના યુવક પાસે અોનલાઇન પેમેન્ટ કરાવાયું

ફતેગંજમાં માસ્ક ચેકિંગની કામગીરી કરી રહેલી પોલીસે યુવકને ત્રાહિત વ્યક્તિના ગૂગલ એકાઉન્ટમાં રૂ. 1000 ટ્રાન્સફર કરાવતાં વિવાદ થયો છે.શહેરની ખાનગી કંપનીમાં કામ કરતો રાહુલ પંડ્યા તેના મિત્ર સાથે શનિવારે સાંજે ફતેગંજ વિસ્તારમાં હતો ત્યારે ફોન પર વાતચીત કરતી વેળાએ તેનું માસ્ક નીચે આવી ગયું હતું.

જે જોઈ ત્યાં સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ જવાને તેનો ફોટો પાડી માસ્ક ન પહેરવા બદલ રૂ. 1000નો દંડ માગ્યો હતો. રાહુલ પાસે રકમ કેશ ના હોવાથી પોલીસ કર્મચારીએ તેને દંડને ગૂગલ પે કરવાનું કહ્યું હતું. જેના પગલે રાહુલે રૂ. 1000 ત્યાં હાજર એક ત્રાહિત વ્યક્તિના ગૂગલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે સયાજીગંજ કના પીઆઈ એસ.જી. સોલંકી અનુસાર યુવક મિસ ઇન્ટરપ્રિટેશન કરે છે. પોલીસના કોઈ મિત્રના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવી પોલીસ કર્મીએ તે રોકડ નાણાં લીધાં છે, આમાં કંઈ ખોટું નથી.

ટેક્નિકલી-કાનૂની રીતે આ બાબત ખોટી
દંડનાં નાણાં આ રીતે સ્વીકારવાં એ ટેક્નિકલી ખોટું કહેવાય. આ રીતે નાણાં સ્વીકારવાં તેને સરકાર પ્રમાણિત કરતી નથી. આ સરકારી વ્યવસ્થા નથી. પાવતીનાં નાણાં રોકડ લેવાનાં હોય છે. ઓનલાઇન કોઈ વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવવા એ ટેક્નિકલી અને કાયદાકીય રીતે ખોટું છે.- હિતેશ ગુપ્તા, ધારાશસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો