શાસકો ભેરવાયા:વોર્ડ 6ની કચેરી પાસેની સિંધી સમાજના ગુરુની પ્રતિમા રાતોરાત હટાવતાં વિવાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સવારે કેબિન ખાલી હતું - Divya Bhaskar
સવારે કેબિન ખાલી હતું
  • જેપી રોડની 3 દેરી તોડી પાડ્યા બાદ વારસિયામાં કારસ્તાન
  • સવારે પ્રતિમા ન દેખાતાં હોબાળો, આખરે પુન: સ્થાપના કરવી પડી

શહેરના જૂના પાદરા રોડ પર બ્રિજ નીચે આવેલી ભાથુજી મહારાજ, હનુમાનજી અને બળિયાદેવની દેરીઓને અડધી રાતે દૂર કરતા સમગ્ર શહેરમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. જોકે બુધવારે મોડીરાતે વારસિયામાં સિંધી સમાજના ગુરુની પ્રતિમા હટાવતા વિવાદ વકર્યો હતો.વારસિયાના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 6ની નવી કચેરી શરૂ કરાઇ છે.

હોબાળા બાદ ફરી પ્રતિમાની સ્થાપના કરાઇ હતી.
હોબાળા બાદ ફરી પ્રતિમાની સ્થાપના કરાઇ હતી.

જ્યાં કાચના કેબિનમાં મુકેલી સિંધી સમાજના ગુરુ સ્વામી ધરમદાસ મહારાજની પ્રતિમા ગુરુવારે સવારે ગાયબ હોવાથી હોબાળો મચ્યો હતો. સ્થાનિક અગ્રણીઓએ વિસ્તારના કાઉન્સિલર હેમિષા ઠક્કર અને પૂર્વ કાઉન્સિલર પુરુષોત્તમ હેમનાની જાણ કરતા દોડી આવ્યા હતા.

તેઓએ ગાયબ પ્રતિમાને શોધતા વોર્ડ ઓફિસની પાછળના રૂમમાં પ્રતિમા મળી આવી હતી. સ્વામી ધરમદાસ મહારાજની પ્રતિમા મળી આવતા તેની પૂજા વિધિ સાથે કાચના કેબિનમાં બપોેરે પુનઃ સ્થાપના કરાઇ હતી. કાઉન્સિલર હેમિષા ઠક્કરે જણાવ્યું હતું કે આ પ્રતિમા વર્ષ 2000માં મુકાઇ હતી. કોમ્યુનિટી હોલનું રિનોવેશન કરવાના સમયે પ્રતિમાને હટાવાઈ હતી. જોકે હાલમાં આ પ્રતિમાને કોણે હટાવી છે તેની તપાસ કરાઇ રહી છે. આવી ઘટનાનું પુરાવર્તન ન થાય તેની કાળજી રાખવા વોર્ડ ઓફિસરને જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...