તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:દિનુમામાના ચૂંટણી એજન્ટે ઓપન મત આપતાં વિવાદ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોમવારે વહેલી સવારથી જ ભારે પવન ફુંકાતા બરોડા ડેરીના પ્રાંગણમાં મતદારોને ઉભા રહેવા માટેના સ્થળ પર લોખંડના એંગલ સાથે બાંધેલા પડદા ધરાશાયી થતા એક મતદારને સામાન્ય ઈજા થઈ હતી. - Divya Bhaskar
સોમવારે વહેલી સવારથી જ ભારે પવન ફુંકાતા બરોડા ડેરીના પ્રાંગણમાં મતદારોને ઉભા રહેવા માટેના સ્થળ પર લોખંડના એંગલ સાથે બાંધેલા પડદા ધરાશાયી થતા એક મતદારને સામાન્ય ઈજા થઈ હતી.
 • ડેરીના 7 ઝોન માટે 99.49% મતદાન, આજે ગણતરી થશે

બરોડા ડેરીની 7 બેઠક માટે સોમવારે 99.49 ટકા મતદાન થયું હતું. ઉમેદવાર દિનુમામાના ચૂંટણી એજન્ટ અને પાદરા એપીએમસીના ચેરમેન ભાસ્કર પટેલ દ્વારા ઓપનવોટ આપતા અન્ય ઉમેદવાર નરેન્દ્ર મુખી અને તેમના ચૂંટણી એજન્ટે વિરોધ કર્યો હતો. જોકે ચૂંટણી અધિકારી દ્વારા મતદારને મત પત્રકની ગડી વાળવામાં મુશ્કેલી પડી હતી, તેથી તેની વ્યવસ્થિત ગડી વાળીને પછી મતદાન કરાયું હોવાથી નિયમનો કોઈ ભંગ થયો ન હોવાનું જણાવ્યું હતું. મંગળવારે ડેરીમાં જ મતગણતરી કરાશે.

ડેરીના ચેરમેન દિનુમામાએ જણાવ્યું હતું કે, બજાર સમિતિના પ્રમુખ મારા સક્ષમ ટેકેદાર છે,જ્યારે તેમણે બહાર મત આપવાની ઈચ્છા પ્રગટ કરી હશે. જેની સામા પ્રતિસ્પર્ધીના એજન્ટે વિરોધ કર્યો હતો. બરોડા ડેરીના 13 ઝોનમાંથી 6 ઝોનના ઉમેદવારો બિનહરીફ થતાં હવે 7 ઝોનમાં જ ચૂંટણી થઈ હતી. ચૂંટણી અધિકારી વિજય પટણીએ જણાવ્યું હતું કે, ઓપન વોટ બાબતે પ્રિસાઈડીંગ ઓફિસને સુચના અપાઈ હતી કે,જે મતદાર બેલેટ પેપર લઈને અંદર જાય અને સિક્કો મારીને તેની ગડી વાળીને જ બહાર આવે.

મતદાનનો ફોટો બતાવો અને 50 હજારનું કવર લઈ જાવ
બરોડા ડેરીની ચૂંટણીમાં મતદારોને તોડવા માટે ઉમેદવારોએ નાણા ભરેલા કવરની પણ વ્યવસ્થા કરી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જેમાં મતદારોએ મત આપ્યોનો ફોટો બતાવીને કવર લઈ જવાનું જણાવાયું હતું. જ્યારે કેટલાક મતદારોને 50 હજારનું કવર પણ અપાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. મતદારોને રિઝવવા ડેરીમાં કવરનો શિરસ્તો ઘણો જૂનો છે.

ચૂંટણીના મતદાનની વિગતો

ઝોનકુલ મતમતદાનટકાવારી
1 : પાદરા8787100%
3 : વડોદરા807998.75%

4 : શિનોર-તિલકવાડા

8484100%
5 : સાવલી888693.73%
6 : ડેસર8686100%
8 : ડભોઈ8585100%
9 : સંખેડા8484100%

કુલ મતદારો : 594, થયેલું મતદાન : 591 ટકાવારી : 99.49%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો