વિવાદ:વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં પશુઓ માટેના હોજ મુદ્દે વિવાદ થતાં તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાડી પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો - Divya Bhaskar
વાડી પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો

વડોદરા ગાજરાવાડી વિસ્તારના મેદાનમાં પશુઓ માટે પાણીનો હોજ બનાવવા મુદ્દે વિવાદ ઉભો થયો છે. ઘટનાના પગલે વાડી પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી.

હાલ પૂરતી કામગીરી અટકાવી વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઈદગાહ મેદાનની સામે કોર્પોરેશનની ખુલ્લી જગ્યા આવેલી છે. આ જગ્યામાં કેટલાક વ્યક્તિઓ દ્વારા પશુ માટે પીવાનું પાણી પૂરૂ પાડવા હોજ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ બાંધકામનો વિવાદ વકરતા વાડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને પરિસ્થિતિ વધુ વણસતા હાલ પૂરતી કામગીરી થોભાવી છે.

કોર્પોરેશનના નિરીક્ષણ બાદ આગળની કાર્યવાહી કરાશે કોર્પોરેશનના નિરીક્ષણ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ઝોન ત્રણના એસીપી એસ.જી. પાટીલે જણાવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારમાં કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ ઘટનાના પગલે વિસ્તારમાં ઉત્તેજના ભર્યો માહોલ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...