વિવાદ:વર્તમાન ધારાસભ્યના ફોટા સાથે હોર્ડિંગ લાગતાં વિવાદ

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વામિત્રી બચાવો સમિતિની આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવા માગ

વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી બહાર અને અનેક સ્થળોએ ભાજપના વર્તમાન ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાના બેનર લાગતા વિવાદ થયો છે. ત્યારે વિશ્વામિત્રી બચાવો સિમિતિએ જિલ્લા ચૂંટણી અધિકારીને રજુઆત કરી આચારસંહિતા ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં ભરવા માંગ કરી છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિએ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખી કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. શહેરના જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી એટલે કે કલેક્ટર કચેરીના બહાર તેમજ માજલપુર ત્રણ રસ્તા સહિતના અનેક સ્થળોએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ફ્રી એન્ડ ફેર પોલ એટલે કે મુક્ત અને ન્યાયિક ચૂંટણી યોજવાની ખાતરી આપતા હોલ્ડિંગ લગાવ્યા છે.

જેમાં અપ્રત્યક્ષ રીતે પ્રચાર કરતા સયાજીગંજ બેઠકના વર્તમાન ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના નામ અને ફોટા મૂકવામાં આવ્યા છે. વર્તમાન ભાજપના ધારાસભ્ય ભાજપના ચૂંટણી પ્રચારમાં સક્રિય છેમ ત્યારે શું આ મુક્ત અને ન્યાયિક ચૂંટણી યોજાઈ રહી છે ? વર્તમાન ધારાસભ્ય અને રાજકીય પક્ષના પ્રચારકના સરકારી જમીન પર લગાડેલા હોલ્ડિંગ્સથી 10 દિવસથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેની શહેરના મતદારોએ પણ નોંધ લીધી છે. ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓ આંખ આડા કાન કેમ કરે છે ? ત્યારે આચારસંહિતાના ભંગ બદલ તાત્કાલિક ધોરણે હોર્ડિંગ્સ લગાવનાર સામે પોલીસ ફરિયાદ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...