ગરબડની આશંકા:BCAમાં બ્લેક લિસ્ટ કરાયેલા ઇજારદારને તક અપાતાં વિવાદ, રિવાઇવલના એપેક્ષ સભ્ય અને સેક્રેટરીએ રજૂઆત કરી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીસીએ દ્વારા ખાણી-પીણીના ઇજારામાં ગરબડની આશંકા

બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા ખાણી-પીણીના કોન્ટ્રાકટના ઇજારામાં યોગ્ય ઇજારદારની બાદબાકી અને મળતીયાઓને કોન્ટ્રાકટ આપી દેવાના આક્ષેપ બાદ ભારે હોબાળો થયો છે. જોકે બીસીએના સત્તાધીશોએ આ મુદ્દે એપેક્ષમાં ચર્ચા કરવાની ખાતરી આપી છે. બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે થોડાંક સમય પહેલાં બીસીએ દ્વારા બીસીએની ટીમો માટે પ્રેકિટસ પૂર્વે નાસ્તા અને કેટરીંગની વ્યવસ્થા કરાય છે.

જેના માટે એક બ્લેક લિસ્ટેડ પાર્ટી સહિત વિવિધ ટેન્ડરો મગાવવામાં આવ્યા હતા. પણ જે યોગ્ય અને જેમની સામે કોઈ પણ ફરિયાદ ન હતી તેવા બે કોન્ટ્રાક્ટરોનું ટેન્ડર મગાવાયું ન હતું, જેના પગલે વિવાદ ઉભો થયો હતો. બીજી તરફ બીસીએના સત્તાધારી જૂથના અને એપેક્ષ કમિટિના સભ્ય કમલ પંડયાએ પણ કોન્ટ્રાક્ટમાં કેટલીક ખામી હોવાની વાત કરી છે, જેનો ઉલ્લેખ સેક્રેટરીએ મેલમાં કર્યો છે.

આ અંગે બીસીએની સંબંધિત કમિટીએ કહ્યું કે, તે બંને કોન્ટ્રાકટરો સામે ફરિયાદ હતી એટલે તેમના ટેન્ડરો મગાવાયા ન હતા. જેથી બીસીએના સેક્રેટરી અજીત લેલેએ બંને કોન્ટ્રાકટરોએ જે મેચો અને પ્રેકટીસમાં સર્વીસ આપી હતી તે ટીમોના કોચને પૂછતાં બધા કોચનો એક જ જવાબ હતો કે બંનેની સર્વીસ સારી હતી અને કોઇ ફરિયાદ ન હતી. બીસીએના સતાધીશોને સેક્રેટરીએ મેલથી રજૂઆત કરતાં સત્તાધીશોએ એપેક્ષ કમિટીમાં આ મુદ્દે ચર્ચા કરવાની ખાતરી આપી છે.

આ અંગે સેક્રેટરી અજીત લેલેને પૂછતાં તેમણે આ અંગે મેલ કર્યો હોવાની વાત કહી હતી. જ્યારે બીસીએના ઉપપ્રમુખ શીતલ મહેતાએ જણાવ્યું હતું કે ‘જો સંંબધિત કમિટીએ લીધેલા નિર્ણયોમાં કોઈ ખામી હશે તો તે ખામી દૂર કરવા એપેક્ષમાં ચર્ચા થશે અને ખામી નહી હોય તો કમિટિએ સૂચવેલાને ટેન્ડર અપાશે.

અન્ય સમાચારો પણ છે...