તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપે દરેક વોર્ડ કક્ષાએ ચૂંટણી પ્રભારી તરીકે ધારાસભ્યો અને અને સંસદ સભ્યની નિમણૂક કરી છે, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની વોર્ડ નં-16ના ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે.
વિધાનસભાના અધ્યક્ષ બનતા ભાજપના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નહોતા
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પ્રોટોકોલ મુજબ ભાજપના રાજકીય કાર્યક્રમોમાં હાજરી પણ આપતા ન હતા, પરંતુ, તાજેતરમાં મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓએ હાજરી આપતા વિવાદ ઉભો થયો હતો, ત્યાર બાદ હવે વડોદરા શહેર ભાજપ પ્રમુખે રાજેન્દ્ર ત્રિવેદીની વોર્ડ નં-16ના ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવતા ફરી એક વાર વિવાદ ઉભો થયો છે. કાર્યકર્તાઓમાં ચાલતી ચર્ચા મુજબ વિધાનસભાના અધ્યક્ષ તરીકે તેઓ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ બેસી શકે નહીં તેમ છતાં તેઓએ હાજરી આપી હતી અને હવે વોર્ડ નં-16માં કોંગ્રેસના ઉમેદવાર જેઓ સતત 7 ટર્મથી કોર્પોરેશનમાં જીત મેળવી રહ્યા છે તે ચંદ્રકાંત શ્રીવાસ્તવની પેનલને હરાવવા માટે રાજેન્દ્ર ત્રિવેદીની ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક કરી છે.
મધુ શ્રીવાસ્તવના પુત્રને હરાવવા MLA શૈલેષ મહેતા(સોટ્ટાઓ)ની પ્રભારી તરીકે નિમણૂંક
એ જ પ્રમાણે વોર્ડ નં-15માંથી ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય ના પુત્રએ બળવો કર્યો અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે, તેઓને પણ હરાવવા માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ને વોર્ડ નં-15ના ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂંક કરી છે, એટલું જ નહીં વોર્ડ-1માં ગત ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ જીતી હતી. આ વખતે પેનલને હરાવવા માટે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાની નિમણૂક કરવામાં આવી છે. વોર્ડ નં-18માં કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ ઝવેરી સતત 6 ટર્મથી જીતી રહ્યા છે, તેઓને હરાવવા માટે નર્મદા રાજ્ય મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ચૂંટણી પ્રભારી બનાવાયા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.