મનમાની:BCAની કોચિંગ ટીમે સિલેક્ટરોની ઉપરવટ જઇ 6 મહિલા ખેલાડી બદલી નાખતાં વિવાદ

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ટીમના 30 સંભવિત ખેલાડીઓની પસંદગી બાદ કોચિંગ ટીમની મનમાની
  • કોચિંગ ટીમનો બીસીએ સેક્રેટરીએ ખુલાસો પૂછ્યો

બીસીએ મહિલા ટીમ માટેની સંભવિત 30 ખેલાડીઓની પસંદગી બાદ સીલેક્ટરોની ઉપરવટ જઇ કોચીંગ ટીમ દ્વારા 6 ખેલાડીઓને બદલી નંખાતા બીસીએમાં ભારે હોબાળો થયો છે, જેના પગલે સેક્રેટરીએ કોચીંગ ટીમ નો ખુલાસો માંગ્યો હાેવાનું જાણવા મળે છે.

થોડાંક સમય પહેલાં બીસીએની મહિલા સિનીયર ટીમ માટે સંભવિત 30 મહિલા ખેલાડીઓની પસંદગી કરાઈ હતી, જેમાં અંડર -19 છ મહિલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી સંભવિત 30 ખેલાડીઓ માટેની પ્રેકટીસ મેચો અને કોચીંગ શરુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે ‘કોચીંગ કે મેચમાં અંડર-19 ખેલાડીઓને પ્રેકટીસમાં જ બોલાવાતી નથી. એટલું જ નહી સીલેકટરોની જાણ બહાર પસંદ ના કરાયેલી ખેલાડીઓને પ્રેકટીસમાં બોલાવાતી હતી.

આ બાબતે કોચિંગ સ્ટાફે દિલગીરી પણ વ્યકત કરી હતી. આ બાબતની રજૂઆત બીસીએના સેક્રેટરી અજીત લેલે સમક્ષ કરાઈ હતી. અજીત લેલેએ મેઇલ કરીને બીસીએના સંબંધિત અધિકારીને જાણ કરી ઘટતું કરવા કાર્યવાહી કરવા જણાવ્યું છે. બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે ‘ સીલેકટરોએ પસંદ કરેલી ટીમમાં ફેરફાર કેવી રીતે થઇ શકે? તે અંગે મેં સ્પષ્ટતા માંગી છે, આવું અપેક્ષીત નથી. બીસીએના સીઇઓ શિષિર હટંગડીએ જણાવ્યું હતું કે‘ કોચિંગ સ્ટાફ અને સીલેકટરો સાથે મળીને કામ કરે તે માટે અમે પ્રયાસ કરીશું.

અન્ય સમાચારો પણ છે...