વિવાદ:પાર્ટી વિરુદ્ધ કામ કરનારને મહામંત્રી બનાવાતાં વિવાદ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, પાર્ટી વિરુદ્ધ કામ કરનારને કાર્યાલયનાં પગથિયાં નહીં ચઢવા દેવાય

ત્રણેક માસ પૂર્વે વરણામાના ત્રિમંદિર ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલે કાર્યકર્તા સામે કડકાઈપૂર્વક જણાવ્યું કે, જે વ્યક્તિ પાર્ટી વિરુદ્ધ કામ કરશે તેને કાર્યાલયનાં પગથિયાં ચઢવા દેવામાં નહીં આવે. બીજી તરફ શુક્રવારે અશ્વિન પટેલે વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરી હતી. યુવા મોરચાના મહામંત્રી તરીકે વાઘોડિયાના જય જોષીને જવાબદારી સોંપાતાં વિવાદ સર્જાયો છે.

જિલ્લા ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, જય જોષીએ વર્ષ 2017નું ઈલેક્શન હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી તેણે ભાજપના ઉમેદવાર સામે જે ઉમેદવારો ઊભા હોય તેને મદદ કરી પાર્ટી વિરુદ્ધ જ કામ કર્યું છે. ત્યારે જય જોષીને યુવા મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક કરાતાં ભાજપના અન્ય કાર્યકરોમાં વિવાદ ઊભો થયો છે. જોકે આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા અપાઈ ન હતી.જિલ્લામાં અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે મણિલાલ જેઠાભાઈ રાણા (શિનોર) અને મહામંત્રી તરીકે મુકેશ મહેશભાઈ રોહિત (વાઘોડિયા) અને શૈલેષ રમણભાઈ રણોલિયા (વડોદરા)ની નિમણુંક કરી છે.

આ ઉપરાંત લઘુમતિ મોરચના પ્રમુખ તરીકે એહમદભાઈ અબ્દુલરસત્તાર શેખ (ડભોઈ) અને મહામંત્રી તરીકે શબ્બીર ઈસબભાઈ રાઠોડ (શિનોર) અને તૌફિક એહમદભાઈ શેખ (પાદરા)ની નિમણુંક કરાઈ છે. જિલ્લાના બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે રસિકભાઈ ત્રિભોવનદાસ પ્રજાપતિ (વડોદરા) અને મહામંત્રી તરીકે મહેશભાઈ નાગજીભાઈ રબારી (કરજણ) અને રોહિત રતીલાલ બારોટ (વાઘોડિયા)ની વરણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...